Categories: Business Trending

RBIની રિપોર્ટમાં ખુલાસો, નોટબંધી બેઅસર, ઘરોમાં લોકો જમા કરી રહ્યા છે રોકડા

દેશના ઘણા રાજ્યોમાં ATMમાં રોકડની અછતને કારણે જ્યાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ સમાચારોએ કારણે રિઝર્વ બેંક પણ ચિંતામાં આવી ગઇ છે. ATM ભરવા માટે રિઝર્વ બેંકે નોટોની પ્રિન્ટિંગનું કામ ઝડપી કરી દીધું છે, પરંતુ રિઝર્વ બેંક દ્વારા બુધવારે આપવામાં જાણકારી ખરેખરમાં ચિંતિત કરનારી છે.

શું છે RBIનાં રિપોર્ટમાં?
રિઝર્વ બેંકનાં રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે લોકો રોકડને ફરી ધીરે-ધીરે જમા કરાવવા લાગ્યાં છે. રિપોર્ટનાં આધારે લોકો બેંકમાંથી પૈસા તો નિકાળી રહ્યાં છે પરંતુ તેને ખર્ચ નથી કરી રહ્યાં. લોકો બેંકોની જગ્યાએ ઘરમાં પૈસા રાખવાને વધુ સુરક્ષિત માની રહ્યાં છે.

RBI દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટને આધારે 20 એપ્રિલનાં રોજ ખતમ થઇ ગયેલ સપ્તાહમાં બેંકોમાંથી રૂ.16,340 કરોડ નીકાળવામાં આવ્યાં.એપ્રિલનાં પહેલાં ત્રણ સપ્તાહમાં કુલ રૂ.59,520 કરોડ રૂપિયા નીકાળી લેવામાં આવ્યાં.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ રૂ.1.4 લાખ કરોડ રૂપિયા નીકાળવામાં આવ્યાં કે જે 2016નાં આ મહિના કરતા 27% વધારે છે. 20 એપ્રિલ સુધી કરન્સી સર્ક્યુલેશન 18.9 લાખ કરોડ રૂપિયા છે. આ ઓક્ટોમ્બરથી 2017 18.9% વધારે છે. ગયા વર્ષે ઓક્ટોમ્બર બાદથી કરેન્સી સર્ક્યુલેશનમાં તેજી આવી ગઇ છે.

મુખ્ય રાજ્યોમાં રોકડની અછત:
તમને જણાવી દઇએ કે, શરૂઆતથી જ દેશના ઘણા રાજ્યો જેવા કે બિહાર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાનામાં ATMમાં રોકડ પૂરી થવાની ચર્ચા હતી, જે પછી રિઝર્વ બેંક દ્વારા કરન્સીની સપ્લાઇમાં વધારો કરવામાં આવ્યો છે.

Juhi Parikh

Recent Posts

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

40 mins ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

1 hour ago

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

2 hours ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

3 hours ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

3 hours ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

4 hours ago