RBIની પોલિસી બાદ બેન્ક, ઓટો અને રિયલ્ટી સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૪૫ પોઇન્ટના ઘટાડે ૩૨,૩૩૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૧ પોઇન્ટના ઘટાડે ૧૦,૦૩૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં જોવા મળેલા પ્રોફિટ બુકિંગના પગલે શેરબજારમાં નરમાઇની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટરના શેરમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ રૂપિયાની મજબૂત ચાલના પગલે ક્રૂડની આયાત પડતર નીચી આવે તેવી શક્યતાઓ પાછળ ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૨૬ ટકાનો સુધારો જોવાઇ તે રૂ. ૧૬૩૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

સિપ્લા, લ્યુપિન અને ટીસીએસ કંપનીના શેરમાં ૦.૮૮ ટકાથી ૧.૩૩ ટકાનો સુધારો જોવાયો હતો તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સ, ભેલ અને એસબીઆઇ કંપનીના શેરમાં એક ટકાથી ૧.૩૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાછલાં સપ્તાહે બજારમાં એકધારી તેજીની ચાલ જોવા મળી હતી અને નિફ્ટીએ ૧૦,૧૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. સેન્ટિમેન્ટ જોતા વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારો પણ બજારમાં વેચવાલી કરી રહ્યા છે. ખાસ કરીને સંવેદી સૂચકઆંક જેવા કે બેન્ક, ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું છે. અપેક્ષા કરતા ઓછો ૦.૨૫ ટકા વ્યાજદર ઘટાડાતા તેની અસર જોવાઇ છે.

બેન્ક નિફ્ટી તૂટી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટી પણ પ્રેશરમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં ૧૫૭ પોઈન્ટનો ઘટાડો નોંધાઈ આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૨૪,૮૯૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

રિયલ્ટી સેક્ટર
ગોદરેજ પ્રોપર્ટી ૦.૯૯ ટકા
ઓમેક્સ ૦.૩૦ ટકા
હાઉસિંગ ડેવલપમેન્ટ ૦.૨૯ ટકા
પ્રેસ્ટિજ એસ્ટેટ ૦.૨૮ ટકા
યુનિટેક ૧.૭૦ ટકા

એશિયાઈ શેરબજાર ડાઉન
આજે મોટા ભાગનાં એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૪૧ પોઇન્ટ, હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૪૦ પોઇન્ટ, તાઇવાન ઇન્ડેક્સ ૪૪ પોઇન્ટ જ્યારે શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં સાત પોઇન્ટનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરમાં ઉછાળો
રિલાયન્સ ૦.૨૬ ટકા
બીપીસીએલ ૧.૮૭ ટકા
ગેઈલ ૧.૨૬ ટકા
એચપીસીએલ ૩.૩૫ ટકા
આઈઓસી ૨.૬૬ ટકા

બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ
એસબીઆઈ – ૦.૬૦ ટકા
બેન્ક ઓફ બરોડા – ૦.૧૨ ટકા
પીએનબી – ૧.૫૧ ટકા
કેનેરા બેન્ક – ૦.૮૩ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા – ૧.૧૮ ટકા
સેન્ટ્રલ બેન્ક – ૦.૫૦ ટકા
યુનિયન બેન્ક – ૨.૭૭ ટકા
યુકો બેન્ક – ૨.૧૧ ટકા
બેન્ક ઓફ મહારાષ્ટ્ર – ૧.૨૩ ટકા
http://sambhaavnews.com/

You might also like