RBIએ બહાર પાડ્યો નિયમ, પાનકાર્ડ વગર નહીં નિકાળી શકાય પૈસા

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકએ એવા બેંક ખાતાઓમાંથી પૈસા નિકાળવા પર અંકુશ લાદ્યો છે. જેમનામાં 5 લાખ રૂપિયાથી વધારે પૈસા હોય. સાથે જ 9 નવેમ્બર બાદ આ ખાતઓમાં 2 લાખ રૂપિયાથી વધારે પૈસા જમા થયા હોય. કેટલાક લોકો બેંકિંગ ચેનલનો ઉપયોગ કરીને પોતાનું કાળુનાણુ બેંકમાં જમા કરાવી રહ્યાં છે. ત્યારે તેવા લોકો પર RBIએ સખ્ત વલણ અપનાવ્યું છે.

RBIના નોટિફિકેશન પ્રમાણે આવા ખાતેદારોએ પૈસાની લેવડ દેવડ પાન નંબર વગર અથવા તો ફોર્મ 60 ભર્યા વગર કરવા દેવામાં નહીં આવે. રિઝર્વ બેંકને એ માહિતી પ્રાપ્ત થઇ હતી કે કેટલાક કિસ્સાઓમાં KYC પોતાના ગ્રાહકોને જાણો જેવા સખ્ત નિર્દેશનનું પાલન કરવામાં આવ્યું નથી. રિઝર્વ બેંકે કહ્યું છે કે KYCનું પાલન યોગ્ય રીતે થવું જોઇએ. નાના ખાતાઓમાં પહેલાની જેમ દર મહિને 10 હજાર રૂપિયા નિકાળી શકાશે. નાના ખાતાઓ એટલે જનધન ખાતાઓ. તેમાં એક વર્ષમાં એક લાખ રૂપિયા જમા કરી શકાશે. પરંતુ તેમાં પણ ખોટી રીતે કેશ જમા કરવાના કિસ્સા સામે આવ્યાં છે.

Madras

You might also like