RBIનો યૂ ટર્ન, જૂની નોટો જમા કરવાની 5000ની લિમિટ હટાવાઇ

નવી દિલ્હીઃ RBIએ 5000થી વધારેની જૂની નોટો જમા કરવાના સર્ક્યુલરને પરત લઇ લીધો છે. હવે બેંકોમાં 5000થી વઘારેની જૂની નોટો જમા કરાવી શકાશે. એટલું જ નહીં 5000થી વધારેની જૂની નોટો એક કરતા વધારે સમય જમા કરાવી શકાશે. તેના માટે બેંક દ્વારા જમાકર્તાને કોઇ પણ પ્રકારની પૂછપરછ કરવામાં નહીં આવે.

RBIએ નવી સૂચના બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે 5000 રૂપિયાથી વધારેની 500 અને 1000 રૂપિયા સુધીની નોટો 30 ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. રિઝર્વ બેંકે કહ્યું છે કે રકમ કોઇ પણ પ્રકારના સવાલ જવાબ વગર જમા કરવામાં આવશે. જમા કરતી વખતે જમાકર્તાને બે બેંક અધિકારીયોની હાજરીમાં પૂછવામાં આવશે કે અત્યાર સુધી તેમણે પૈસા કેમ જમા ન કર્યા. જવાબ સંતોષ કારક હશે તો જ પૈસા જમા કરવામાં આવશે. ત્યારે હવે નવી સૂચના પ્રમાણે કોઇ પણ પૂછપરછ વગર બેંકોમાં 5000થી વધારેની જૂની નોટો જમા કરાવી શકાશે.

Madras

You might also like