RBIમાં નોકરીને છે તક, જાણો ક્યાં સુધીમાં કરી શકો છો APPLY

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ઓફિસર ગ્રેડ બી, બેન્ક મેડિકલ કન્સલટેન્ટ અને મેડિકલ કન્સલટેન્ટની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. દરેક જગ્યા માટે તેનો પગાર સ્કેલ, તેમજ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જો તમે આ જગ્યા માટે યોગ્ય છો તો અંતિમ તારીખ પહેલા અરજી કરી શકો છો.

જગ્યાની માહિતી : કુલ 166 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જેમાં ગ્રેડ બી ડીઆર જનરલ માટે 127 જગ્યા, ગ્રેડ બી ડીઇપીઆર માટે 22 જગ્યા અને ડીએસઆઇએમ માટે 17 જગ્યા અનામત છે.

યોગ્યતા : ભરતીમાં ઘણા પદ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેમાં 10મું, 12મું, ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારને નોકરીની તક છે.

ફી : આ જગ્યા માટે જનર અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ચૂકવણી કરવી પડશે. જ્યારે એસસી-એસટી અને દિવ્યાંગ ઉમેદવારોને 100 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે.

અરજી કરવાની અંતિમ તારીખ : 23 જૂલાઇ

પસંદગીની પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

You might also like