Categories: India

જન ધન ખાતામાંથી હવે મહિનામાં માત્ર રૂ.૧૦,૦૦૦ ઉપાડી શકાશે

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ જન ધન ખાતાઓમાંથી ઉપાડને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ જન ધન ખાતાઓમાંથી એક મહિનામાં રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આરબીઆઇએ આ અંગે એક નવો પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે જે ખાતાઓમાં કેવાયસી (નો યોર કસ્ટમર) દસ્તાવેજો જમા હોય એવા ખાતામાંથી જ એક મહિનામાં રૂ.૧૦,૦૦૦ સુધીની રકમ ઉપાડી શકાશે. જ્યારે જે ખાતાઓમાં કેવાયસી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય એવા ખાતાઓમાં મહિનામાં એક વખત જ માત્ર રૂ.પ,૦૦૦ ઉપાડી શકાશે.

આરબીઆઇએ પરિપત્રમાં જણાવ્યું છે કે કેવાયસી હેઠળ બેન્ક ખાતાધારકોએ પોતાનું ઓળખપત્ર, રહેણાકનો પુરાવો અને અદ્યતન ફોટો બેન્કમાં જમા કરાવવો પડશે. રિઝર્વ બેન્કે પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે એક મહિનામાં જન ધન ખાતામાંથી રૂ.૧૦,૦૦૦ ઉપાડવા માટે ખાતાધારકોએ બેન્કોને યોગ્ય દસ્તાવેજો બતાવવા પડશે અને આ રકમ શા માટે જોઇએ છે તેનું કારણ પણ આપવું પડશે. બેન્ક મેનેજર ઇચ્છે તો ખાતાધારકની જરુરિયાતને ધ્યાનમાં રાખી આ મર્યાદા રૂ.૧૦૦૦૦ કરતાં વધારી પણ શકશે.

આરબીઆઇએ જણાવ્યું છે કે આ પગલું વડા પ્રધાન જન ધન યોજના હેઠળ બેન્ક ખાતા ખોલાવનારા ખેડૂતો અને ગ્રામીણ ખાતાધારકોને કાળું નાણું ધરાવતા લોકોની ચુંગાલમાં ફસાતા અટકાવવા માટે લેવાયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બરે રૂ.પ૦૦, ૧૦૦૦ની જૂની ચલણી નોટો કાયમી ચલણમાંથી નાબૂદ કરાયા બાદ જન ધન બેન્ક ખાતાઓમાં અત્યાર સુધીમાં રૂ.૬૪રપર.૧પ કરોડ જમા થયા છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ સૌથી મોખરે છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં રૂ.૧૦૬૭૦.૬ર કરોડ જન ધન ખાતાઓમાં જમા થયા છે. ત્યારબાદ બીજો નંબર પશ્ચિમ બંગાળ અને ત્રીજો નંબર રાજસ્થાનનો આવે છે. આ માહિતી શુક્રવારે સંસદમાં આપવામાં આવી હતી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

બિગ બોસ: અનૂપ જલોટા કલાસિક રિયાઝમાં, જસલીન ‘ચલતી હે ક્યા નૌ સે બારાહ’ ગાતા જોવા મળી

બિગબોસમાં પોતાને ભજન સમ્રાટ અનૂપ જલોટાની શિષ્યા તેમજ પાર્ટનર બતાવીને આવેલ જસલીન રિયાઝ કરવાને બદલે મસ્તી કરતી જોવા મળી. શૉના…

26 mins ago

વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી…

1 hour ago

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

11 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

12 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

13 hours ago