Categories: Business

R‍BI હવે ટૂંક સમયમાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરશે

નવી દિલ્હી: જે રીતે તમે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીનો લાભ લઈ શકો છો એ રીતે હવે તમે બેન્ક એકાઉન્ટ પોર્ટેબિલિટીનો પણ લાભ લઈ શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુંદ્રાએ એકાઉન્ટ પોર્ટેબિલિટીની જરૂર પર ખાસ ભાર મૂક્યો છે અને હવે આરબીઆઈ ટૂંક સમયમાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરશે.

હવે ગ્રાહકોને ટૂંક સમયમાં એકાઉન્ટ પોર્ટેબિલિટીની સેવા ઉપલબ્ધ બનશે. તેમણે જણાવ્યું હતું કે એક વાર એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી શરૂ થઈ જશે. ત્યારબાદ ગ્રાહકો બેન્ક સાથે કોઈ પણ જાતની વાત કર્યા વગર બીજી બેન્કમાં પોતાનું ખાતું ટ્રાન્સફર કરાવી શકશે અને નંબર યથાવત્ રહેશે.

મુંદ્રાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં બેન્કો બીસીએસબીઆઈ દ્વારા નિર્ધારિત આચારસંહિતાનું પાલન કરતી નથી. બીસીએસબીઆઈ એક સ્વતંત્ર એકમ છે કે જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક એસોસિયેશન અને શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેન્ક દ્વારા સ્થાપિત છે.

તેમણે ઈલેક્ટ્રોનિક બેન્કિંગ સાથે સંકળાયેલાં જોખમોની વાત કરી હતી. બેન્કિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઈન્ડિયા (બીસીએસબીઆઈ)એ મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં જ્યારે એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની હિમાયત કરી હતી ત્યારે આ વિચાર યોગ્ય લાગ્યો ન હતો, પરંતુ યુપીઆઈ જેવી નવા પ્રકારની ટેકનિકલ પેમેન્ટ્સ સિસ્ટમ આવ્યા બાદ આધાર નંબરના ખાતા સાથે સંકળાયા પછી તેના અમલની શક્યતા વધી ગઈ છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

7 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago