RBI બેન્કોને રોકડ વ્યવહાર માટે ચાર્જિસ વસૂલવાની છૂટ આપી શકે

મુંબઇ: બેન્કોમાં રોકડના નાણાકીય વ્યવહાર પર ચાર્જિસ ચૂકવવો પડી શકે છે. આરબીઆઇ આ અંગે ટૂંકમાં બેન્કોને ચાર્જિસ વસૂલવાની સત્તા આપી શકે છે એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડ ઉપર પણ વ્યાજ નક્કી કરવાનો અધિકાર બેન્કોને અપાઇ શકે છે. આરબીઆઇ આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં આ અંગેનો નિર્ણય લે તેવી શક્યતા છે.

નાણાં વિભાગના આદેશ અનુસાર નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ-નાબાર્ડના બેન્ક ગ્રાહકોને આધારકાર્ડ આધારિત નાણાકીય સિસ્ટમ પીઓએસ-પોઇન્ટ ઓફ સેલ્સ મશીન દ્વારા પેમેન્ટ પર ૦.૫ ટકા રાહત આપવાની મંજૂરી અપાઇ છે. એ જ પ્રમાણે ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી પીઓએસ મશીન થકી રૂ. એક હજાર સુધીના ડેબિટ કાર્ડના નાણાકીય વ્યવહાર પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ-એમડીઆર ૦.૨૫ ટકા રહેશે.

એક હજારથી બે હજાર સુધીના નાણાકીય વ્યવહાર પર એમડીઆર ચાર્જિસ ૦.૫૦ ટકા લેવાનો નિર્ણય કર્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે વધુ ને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળે તે માટે સરકારે વિવિધ પગલાં ભર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like