RBIની ભ્રષ્ટ બેંકકર્મી પર લાલ આંખ, બેંકના CCTV ફૂટેજ થશે ચેક

નવી દિલ્હીઃ બેંક અધિકારીઓની મિલીભગત સામે કાળાનાણાને સફેદ કરનાર પર RBIએ સખ્ત વલણ અપનાવ્યું છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે 8 નવેમ્બરે નોટબંદીની જાહેરાત બાદ બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં લાગેલા સીસીટીવીની રેકોર્ડિંગ જાળવીને રાખવા જણાવ્યું છે. કાળાનાણાને સફેદ કરવા માટે અને નોટની ગેરકાયદેસર અદલાબદલી વધી રહી હોવાના કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે RBIએ બેંકોના સેન્ટ્રલ ડેટા ચેક કરવાનું જણાવ્યું છે. તેથી જ કોઇ ગેરકાયદેસર બાબત તેમાં જોવા મળે તો તેની તુરંત તપાસ કરી શકાય.

રિઝર્વ બેંકે ગઇ કાલે બહાર પાડેલા સર્ક્યુલરમાં 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સીસીટીવી રેકોર્ડિંગને આગામી આદેશ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. જેને તપાસ સમિતીઓ ખોટી રીતે નવી નોટોને જમા કરનાર લોકો અંગે માહિતી પ્રાપ્ત થશે. આ સાથે જ RBIના ડેપ્યુટી ગર્વનર એસએસ મુંદ્રાએ જણાવ્યું છે કે આરબીઆઇએ બેંકોને જણાવ્યું છે કે સમગ્ર સેંટ્રલ ડેટા ચેક કરવામાં આવશે. આ દરમ્યાન કોઇ ગરબળ જોવા મળી તો તેની ઓડિટ તપાસ કરવામાં આવશે.

મુદ્રાએ જણાવ્યું છે કે આરબીઆઇના સુપરવાઇઝર પણ બેંકોના તમામ ડેટાની તપાસ કરશે. જો કોઇ ગરબળ સામે આવશે તો તેની તપાસ કરવામાં આવશે. જોકે તેમણે એ વાત નકારી દીધી છે કે એક્સિસ બેંક દ્વારા મોટાપ્રમાણમાં ગરબળી કરવામાં આવી હોવાથી આ નોટીસ તમામ બેંકોને ફાળવવામાં આવી છે. બેંકમાં ગરબળી કરનાર સ્ટાફ પર કાર્યવાહી કરવામાં આવશે. બેંકનું લાયસન્સ રદ્દ કરવામાં નહીં આવે.

ઓક્ટોમ્બરમાં RBIએ બેંકોમાં બેકિંગ હોલ અને કાઉન્ટરોમાં સીસીટીવી લગાવવાનું જણાવ્યું હતું. જેથી સીસીટી ફૂટેજ દ્વારા નકલીનો ગોરખધંધો પકડી શકાય. ઉલ્લેખનીય છે કે નોટબંદી બાદ બેંકો કર્મચારીઓની મિલીભગતથી કાળાનાળાને સફેદ કરવાના બનાવો સામે આવ્યા છે.

Madras

You might also like