Categories: India

RBIએ જાળવી રાખ્યો 6% રેપો રેટ, વિકાસ દર 6.7% રહેશે તેવું અનુમાન

બુધવારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડીયાની સેન્ટ્રલ મૉનેટરી કમિટીએ મૌદ્રિક નીતિની સમીક્ષા કરતા રેપો રેટમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. જેથી લોકોને દિવાળી પર સસ્તી ઇએમઆઇની ગિફ્ટ નહીં મળે. આરબીઆઇનાં ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં બનેલ એમપીસીએ બુધવારે જાહેરાત કરતાં કહ્યું કે મોંઘવારીનો દર પોતાનાં ઉચ્ચ સ્તર પર છે. જેનાં લીધે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં હાલ કોઇ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટને 6% પર રાખવામાં આવેલ છે. બેંક રેટ અને એમએસએફ રેટ 6.5% રહેશે. જો કે આરબીઆઇએ એસએલઆર 0.5% ઘટાડી 19.5 કરી દીધેલ છે. આરબીઆઇની આગળની ક્રેડિટ પૉલીસી 5-6 ડિસેમ્બરે રજૂ થશે.

આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2018 માટે જીવીએ અનુમાન 7.3%થી ઘટાડી 6.7% કરી દીધેલ છે. રિઝર્વ બેંકે ઓક્ટોમ્બર-માર્ચમાં રિટેલ મોંઘવારી દર 4.2-4.6% રહેશે તેવું જણાવ્યું છે. જાન્યુઆરી-માર્ચ 2018 અને એપ્રિલ-જૂન 2018માં રિટેલ મોંઘવારી દર 4.6% રહેશે તેવું અનુમાન છે. જાન્યુઆરી-માર્ચ 2019માં રિટેલ મોંઘવારી દર 4.5% રહેશે તેવું અનુમાન છે.

ઑગષ્ટમાં રિટેલ મોંઘવારી દરમાં ઘણો વધારો થતો જોવાં મળ્યો હતો. પાછલાં બે મહિનામાં આમાં 190 બેસિસ પોઇન્ટનો લાભ થયો છે. જીએસટીનાં લાગુ થયા બાદ ઓક્ટોમ્બરથી દરેક પ્રકારની વસ્તુઓનો ભાવ ઘણો વધી ગયો છે. જેથી મોંઘવારી દર હજી પણ વધી શકે છે.

આ વખતે રેપો રેટ 6% છે, જોમાં સેન્ટ્રલ બેંકે 2જી ઑગષ્ટે 25 બેસિસ પોઇન્ટ કપાત કર્યા હતાં. આ ઘટાડો 10 મહિના બાદ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સેન્ટ્રલ બેંકે દેશભરની બેંકોને કહ્યું હતું કે તેઓ તેમનાં વ્યાજ દર ઘટાડે, કે જેનો લાભ સામાન્ય જનતાને પણ મળે. અત્યારે દેશમાં રેપો રેટ સૌથી ઓછાં સ્તર પર છે. આરબીઆઇ વેટ એન્ડ વૉચની પૉલિસી પર કાયમ રહેશે અને જીડીપી વૃદ્ધિ માટે સરકાર તરફ જ નજર રાખશે અને આગળ જતાં જ્યારે મોંઘવારીનાં દરમાં ઘટાડો થશે ત્યારે રેપો રેટ ઘટાડવા અંગે વિચાર કરી શકાશે.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

20 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

20 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

20 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

20 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

20 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

20 hours ago