Categories: India

૧૨ ખાતાધારકો પાસે બેન્કોના ૨ લાખ કરોડ ફસાયા છેઃ RBI

નવી દિલ્હી: રિઝર્વ બેન્કે એવા ૧૨ખાતાધારકો અંગે માહિતી મેળવી છે કે જેમની પાસે વિવિધ બેન્કોના કુલ બે લાખ કરોડ ફસાયા છે અને આ ખાતાધારકો પર ૫૦૦૦ કરોડથી વધુ રકમનું દેવું છે ત્યારે આરબીઆઈ આ અંગે જે તે બેન્કોને દેવાળું જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપે તેવી શક્યતા છે. તેથી આ મામલાને એનસીએલટીમાં પ્રાથમિકતા આપીને આગળ વધારવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેન્કોની એનપીએ એટલે કે નોન પર્ફોર્મિંંગ એસેટ આઠ લાખ કરોડ છે, જેમાંથી છ લાખ કરોડ સરકારી બેન્કના છે. આ દેવું લાંબા સમયથી ફસાયેલું છે અને તેની રિકવરી પણ થઈ શકતી નથી. વધતી જતી એનપીએથી બેન્કોની હાલત કથ‍ળી રહી છે. તેથી આવું દેવું વસૂલવા હવે રિઝર્વ બેન્ક આગળ આવી રહી છે, જેમાં તપાસ કરતાં આ માહિતી મળી છે જોકે આરબીઆઈએ આ ખાતાધારકનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ આવી રકમની વસૂલાત કરવા જે તે બેન્કને દે‍વાળિયા જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવશે. આ ઉપરાંત આરબીઆઈ એનપીએની વ્યાખ્યામાં ફેરફાર કરી કેટલીક રાહત આપવાની દિશામાં પણ વિચારણા કરશે.જેમાં તેની મુદત હાલ ૯૦ દિવસ છે તેમાં વધારો કરવામાં આ‍વી શકે તેમ છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળી શકે તેમ છે.

આ અંગે નાણાં રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે આ અંગે હાલ આરબીઆઈ તપાસ કરી રહી છે. તેથી આ મુદે આગામી દિવસોમાં કોઈ નવા ફેરફાર થઈ શકે તેમ છે. જો મુદત લંબાવવામાં આવે તો તેનો જે તે ખાતાધારકને સીધો લાભ મળી શકશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

1 hour ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

4 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

5 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

5 hours ago