Categories: Gujarat

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન

અમદાવાદઃ ભગવાન જગન્નાથની અમદાવાદ ખાતેની 139મી રથયાત્રા ભારે ભક્તિભાવપુર્વકનાં વાતાવરણમાં શાંતિપુર્ણ રીતે સંપન્ન થઇ હતી. રથયાત્રામાં કોમી એખલાસનાં અભુતપુર્વ દર્શન થયા હતા. જગતનાં નાથ નગરચર્યા કરીને 8.30 વાગ્યે નિજ મંદીર પરત ફર્યા હતા. જ્યાં પ્રભુની નજર ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ થયેલી પરંપરા અનુસાર ભગવાન જગન્નાથની, બહેન સુભદ્રા અને બળરામની આરતીની સાથે સાથે માતા સાબરમતીની આરતી પણ ઉતારવામાં આવે છે. મહંત દિલિપદાસજીએ આરતી ઉતારી હતી.
સેંકડો ભક્તોનાં હર્ષોન્નાદ અને અભુતપુર્વ માનમહેરામણ વચ્ચે પ્રભુની મંગળા આરતી સંપન્ન થઇ હતી. જો કે ભગવાનની આતી પુર્ણ થયા બાદ ભગવાન પરિસરમાં જ રાત પસાર કરશે. વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર ભગવાન રાત મંદિર બહાર જ પસાર કરશે. જ્યારે સવારે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. આવતી કાલે સવારે ભગવાન ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. આ સાથે પ્રભુની 139 ઐતિહાસિક રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ને થઇ હતી.

આ ગુજરાતનાં વિવિધ શહેરોમાં પણ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જે શાંતુપુર્ણ રીતે સંપન્ને થયું હતું. જેમાં અમદાવાદ પશ્ચિમની ઇસ્કોન રથયાત્રા, ગુરૂકુળ રથયાત્રા ઉપરાંત, રાજકોટ, ભાવનગર, જામનગર, સહિતનાં શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખુબ જ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયું હતું. સમગ્ર ગુજરાતમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી. જેનાં પગલે સમગ્ર ગુજરાતમાં શાંતિપુર્ણ વાતાવરણમાં ગુજરાતનું એકમહાપર્વનું સમાપન થયું હતું. 

ભગવાનન 139મી નગરચર્ચાએ નિકળ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ પોલીસ છાવણીમાં ફરેવાઇ ગયું છે લોખંડી સુરક્ષા વચ્ચે ત્રણેય રથ નગર ચર્ચાએ નિકળ્યા છે. ત્રણેય રથ  રાયપુરથી સરસપુર પહોંચી ગયા છે. ભગવાનના મોસાળ સરસુરમાં ભાણેજને લાડ લડાવવામાં આવી રહ્મોયાં છે.  મોસાળમાં તમામ ભક્તો સાધુ સંતોને ભાવભેર ભોજન પિરસવામાં આવ્યાં છે.  ભક્તોમાં રથયાત્રાને લઇને અન્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અખાડાઓમાં વિવિધ કરતબો, તો ભજનમંડળીઓ દ્વારા ભક્તિનો અનેરો માહોલ સર્જાયો છે. સઘન સુરક્ષા વચ્ચે ત્રણેય રથ નગરજનોનેને દર્શન આપવા નિકળ્યા છે.

મંગળા આરતી અમીત શાહે કરી હતી. ત્યાર બાદ રથના આરૂટ કરનામાં આવ્યાં હતા. સીએમ આનંદબેન પટેલે પહિંદ વિધી કરી હતી. ત્યાર બાદ ત્રણેય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આનંદી બહેને આષાઢી બીજ અને કચ્છીઓના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ભગવાનને સારા ચોમાસાની પ્રાર્થના કરી છે. ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભક્તોની ભીડ ઉમટી છે. તો પીએમ મોદીએ પણ દેશવાસીઓને રથયાત્રીની શુભેચ્છા પાઠવી છે.

 જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે નગરના નાથની નગરચર્ચા

– નિજ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
– સંધ્યા આરતીમાં લેશે ભાગ
– રાજ્યના ગૃહ પ્રધાન રજની પટેલ મંદિરમાં ઉપસ્થિત
– ભૂપેન્દ્ર સિંહ ચૂડાસ્મા મંદિરમાં ઉપસ્થિત
– મહંત દિલીપદાસજી નિજ મંદિર પરત ફર્યા
– નિજમંદિર પહોંચ્યા રથ, મંદિર પરિસરમાં જામી ભક્તોની ભીડ
– ગજરાજો પહોંચ્યા મંદિર
– દરિયાપુર અને શાહપુરમાંથી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર, ટૂંક સમયમાં નીજ મંદિર પહોંચશે
– ગ્યાસુદ્દીન શેખે દિલીપદાસજી મહારાજનું શાલ ઓઢાળી સ્વાગત કર્યું.
– ભગવાન જગન્નાથ રથ શાહપુરથી રવાના
– જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું શાહપુર
– ભગવાન જગન્નાથનો રથ શાહપુર પહોંચ્યો
– જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને મહેન્દ્ર ઝાનું પાઘડી પહેરાવી કર્યું સ્વાગત.
– દરિયાપુરમાં મુસ્લિમ બિરાદરોએ કર્યું સ્વાગત
-દરિયાપુરમાં જોવા મળ્યા કોમી એકતાના અદભૂત દ્રશ્યો
– રથ દિલ્હી ચકલા પહોંચ્યો
– ગજરાજ માણેક ચોક પહોંચ્યા
– બલરામજીના રથનું હેંડલ તૂટતાં રથ પ્રેમ દરવાજા અટક્યો.
– ગજરાજ ઘી કાંટા પહોંચ્યા.
– રથ પ્રેમદરવાજા પહોંચ્યો.
– રંગીલા ચોકી પહોંચી ગજરાજોની સવારી
– દરિયાપુરમાં મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું
– ભગવાન જગન્નાથનો રથ દરિયાપુર જવા માટે રવાના
-ગજરાજ શાહપુર પહોંચ્યા
– સરસપુરથી કાલુપુર દરવાજા તરફ રથયાત્રાનું પ્રયાણ
– દિલ્હી ચકલા પાસે ટ્રકો
– ગજરાજ પ્રેમ દરવાજા પહોંચ્યા
– સરસપુરથી ભગવાનનું નિજ મંદિર તરફ પ્રયાણ
– મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરાયું, વૈદિક મંત્રોચ્ચાર સાથે મામેરાની વિધિ સંપન્ન ભગવાનને સોના ચાંદીના દાગીના, વાઘા અર્પણ કરાયા.

મામાના ઘરે ભાણેજને લાડ
મોસાળમાં થયું નાથનું સામૈયુ
ભાણેજડાના લેવાયા ઓવારણા
શાહી સવારી શાહી અંદાજ
સરસપુરમાં પ્રભુને પાઘડી
વૈદિક મંત્રોચાર સાથે  ભગવાન જગન્નાથનું મોસાળુ પૂર્ણ
ત્રણેય ભાઇ બહેનોને મોસાળમાં લાડ લડાવાયા
જગતના તાતને મનમોહક મામેરૂ અપર્ણ
મોસાળામાં ભક્તોએ લીધો મહા પ્રસાદ
ગજરાજ અખાડા અને ટ્રકોનું નિજ મંદિર તરફ પ્રયાણ

રથયાત્રાનો  માહોલ
ખલાસીઓ પર પરંપરાગત રીતે પાણીનો છંટકાવ
ભજનમંડળીઓ અને ટ્રકો માટે રસ્તા ખુલ્લા રખાયા
અખાડાના કરતબ વચ્ચે આગળ વધી રહી છે યાત્રા
ભક્તો માટે ઠેરઠેર પાણી અને ભોજનની વ્યવસ્થા

રથયાત્રા રાયપુરમાં
ગજરાજ કાલુપુર પહોંચ્યા
અખાડા રાયપુર પહોંચ્યા
રથયાત્રા ખાડીયા પહોંચી
ગજરાજ કાલુપુર પહોંચ્યા
મહંત દિલીપદાજી ખાડિયા પહોંચ્યા
ભૂષણ ભટ્ટે દિલીપદાજીનું સ્વાગત કર્યું

સવારે 9.30 ત્રણેય રથ AMC પહોંચ્યા
– મંત્રી શંકરભાઇ ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા અને મેયર ગૌતમ શાહે
– જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને રથયાત્રાનું સ્વાગત કર્યું.
– એમસીમાં વિવિધ પદાધીકારીઓની રથના સ્વાગતમાં હાજર રહ્યાં
– મેયર ગૈતમ શાહ, સાંસદ કિરિટ સોલંકીએ કરશે રથનું સ્વાગત કર્યું
– મહંતશ્રી દિલિપદાસજીનું પણ  એમસી ખાતે સન્માન કરવામાં આવ્યું
– ખાડિયામાં પણ અનેરો ઉત્સાહ


રથયાત્રાના આકર્ષણો

– 25,000કિલો મગ 300 કિલો જાંબુ
– 30 અખાડા, 18 ભજન મંડળીઓ
– 2 લાખ જેટલા ઉપરણા, 600 કિલો કેરી
– 18 ગજરાજ, 101 સાંસ્કૃતિક મંડળીઓ
– ટ્રક અખાડા અને ભજન મંડળીનો અનોખો માહોલ

રથયાત્રાની પરંપરા
– સવારે 4 વાગ્યે મંગળા આરતી થઇ
રથના આરૂટ કરવામાં આવ્યાં
– ભગવાન જગન્નાથને નંદીઘોષમાં બિરાજમાન કરાયા
– બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં બિરાજમાન કરાયા
– ભાઇ બલભદ્રજીને તલધ્વજમાં બીરાજમાંન કરાયા
– સીએમ આનંદી બહેને પહિંદ વિધી કરી
– ત્રણેય રથ નગરચર્ચાએ નિકળ્યા
– ગજરાજ દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાયો
– રથયાત્રામાં વિવિધ ભારતીય સંસ્કૃતિની ઝાંખી

ભક્તિનો માહોલ
– જયરણછોડ, માખણ ચોરના નાદ સાથે ભક્તો બન્યા ભક્તિમય
– અખાડાઓમાં વિવિધ કરતો
– મોટી સંખ્યામાં સંતોની ઉપરસ્થિતિ
– ભગવાનના રથને હાંકવા માટે 1000થી 1200 ખલાસીઓ

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago