ડ્રગ્સ ઓવરડોઝના કારણે 26 વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન

વોશિંગ્ટન: ર૬ વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન થયું છે. ન્યૂઝ વેબસાઇટ ટીએમઝેડના જણાવ્યા મુજબ મેકે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હતો તેના કારણે તેને કાર્ડિયાક એટેક આવી ગયો.

કેલિફોર્નિયામાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવેલા મિલરે માત્ર ૧પ વર્ષની ઉંમરમાં પહેલું રેપ બનાવ્યું હતું. મે-ર૦૧૮માં દારૂ પીને ગાડી ચલાવવા અને હિટ એન્ડ રનના આરોપમાં મેકની ધરપકડ થઇ હતી

ર૦૧૧માં આવેલા આલબમ બ્લૂસ્લાઇડ પાર્કથી તેને પ્રસિદ્ધિ મળી હતી. મેકને પોપસ્ટાર એરિયાના ગ્રાન્ડે સાથે અફેર હતું. આ બંને વચ્ચે થયેલા બ્રેકઅપનો સમય તેના માટે દુઃખદાયી રહ્યો.

બંને ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યાં હતાં. એરિયાનાએ મેકના નશાની આદતના કારણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. ત્યારબાદ મેક વધુ નશામાં રહેવા લાગ્યો હતો.

મેકનું પાંચમું આલબમ ઓગસ્ટ-ર૦૧૮માં જ રિલીઝ થયું હતું. મેકના નિધન પર વીજ ખલીફા અને જોન મેયર ખૂબ જ દુઃખી છે.

મેયરે ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક ફોટો શેર કરતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે વીજ, જી-ઇજી અને ડીજે ખાલીદે પણ મિલર સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

divyesh

Recent Posts

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

7 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

16 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

21 mins ago

Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે બજારમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત દેખાઇ રહી છે. આ લખાઇ…

32 mins ago

વરસાદની કમાલઃ દિલ્હીની હવા મુંબઈ, અમદાવાદ, પુણે કરતાં પણ સ્વચ્છ થઈ

નવી દિલ્હી: વરસાદની બાબતમાં દિલ્હી અને મુંબઇની તુલના થઇ શકતી નથી, પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદની બાબતમાં દિલ્હીએ મુંબઇને પછાડી દીધું હતું.…

45 mins ago

‘બોલ માડી અંબે જય જય અંબે’ ભાદરવી પૂનમનો લોકમેળોઃ અંબાજી

શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારશથી પૂનમના પવિત્ર દિવસોમાં…

53 mins ago