Categories: India

સાવધાન! રેન્સમવેર વાનાક્રાયનાે હુમલો જૂન માસ સુધી ચાલુ રહેશે

નવી દિલ્હી: દુનિયાભરમાં ચાલી રહેલ વાયરસ રેન્સમવેર વાનાક્રાયના હુમલાથી સાયબર જગતમાં હડકંપ મચી ગયો છે. ભારતને પણ તેની અસર થઇ છે અને સરકારે ચેતવણી આપી છે કે જૂન સુધી આ વાયરસના હુમલાનો ખતરો ચાલુ રહેશે. સંદેશા વ્યવહાર અને આઇટી પ્રધાન રવિશંકરપ્રસાદે જણાવ્યું છે કે સરકારે આ ખતરાને ધ્યાનમાં લઇને એડ્વાઇઝરી જારી કરી દીધી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે સાયબર એટેકથી બચવા માટે સાયબર કો.ઓર્ડિનેશન સેન્ટર જૂન સુધી ચાલુ રહેશે.

સરકારે એવું પણ જણાવ્યું છે કે તમામ સ્ટેકહોલ્ડર આ સિકયોરિટી પેચ સિસ્ટમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે કે જેથી સાયબર હુુમલાનો ખતરો ઓછો રહે. રવિશંકરપ્રસાદે કબૂલ્યું હતું કે સાયબર એટેકના કેટલાક છૂટાછવાયા બનાવો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બન્યા છે, પરંતુ ભારત સરકારમાં હજુ તેનો વધુ પ્રભાવ જોવા મળ્યો નથી.

કમ્પ્યૂટર લોક કરીને ખંડણી માગનાર રેન્સમવેર વાનાક્રાય દુનિયાના ૧પ૦થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્કોને એલર્ટ જારી કરી જણાવ્યું છે કે એટીએમનું સોફટવેર અપગ્રેડ રાખે, કારણ કે રેન્સમવેર વાનાક્રાયે દુનિયાભરની પેમેન્ટ સિસ્ટમ પર એટેક કર્યો છે. આ બાજુ સરકારે પ૦ લાખ સિસ્ટમને અપગ્રેડ કરી દીધી છે. સાથે જ સંવેદનશીલ મંત્રાલયોમાં ઓફિસરોને સ્ટેન્ડ એલોન કમ્પ્યૂટર પર કામ કરવાની સલાહ આપી છે.

ભારતના ૭૦ ટકા એટીએમ હાઇરિસ્ક પર
અહેવાલો અનુસાર ભારતના ૭૦ ટકા એટીએમ હાઇરિસ્ક પર છે. આ તમામ એટીએમ ગમે ત્યારે સાયબર હુમલાનો ભોગ બની શકે છે. તેનું કારણ એ છે કે મોટા ભાગના એટીએમ વિન્ડોઝ XP પર ચાલી રહ્યા છે. જે આઉટ ડેટેડ સોફટવેર છે. આ સંજોગોમાં હેકર્સ માટે આ પ્રકારના એટીએમ પર હુમલો કરવા ઘણું સહેલું છે. દેશમાં બે લાખથી વધુ એટીએમ છે અને તેથી ૧.રપ લાખ કરતાં વધુ એટીએમ પર સાયબર એટેકનો ખતરો છે.

માઇક્રોસોફટે એડ્વાઇઝરી જારી કરી
માઇક્રોસોફટે એડ્વાઇઝરી જારી કરીને જે ગ્રાહકો વિન્ડોઝ-૮, વિન્ડોઝ xp અને વિન્ડોઝ ર૦૦૩ હજુ પણ યુઝ કરી રહ્યા હોય તો તેમણે સાયબર હુમલાથી એલર્ટ રહેવાની જરૂર છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago