VIDEO: શાહિદ-કંગનાની ‘રંગૂન’ નું ફર્સ્ટ ડાયલોગ પ્રોમો

જ્યારે ફિલ્મમાં શાહિદ કપૂર, કંગના રાણાવત અને સેફઅલી ખાન જેવા સ્ટાર હોય તો ફિલ્મની લોકો રાહ જોતા હશે. જેમ જેમ રિલીઝની તારીખ નજીક આવતી જાય છે, ‘રંગૂન’ને લઇને ચર્ચા પણ વધી રહી છે. હવે ફિલ્મ મેકરોએ રંગૂનનો પહેલો ડાયલોગ રિલીઝ કર્યો છે, જેમાં શાહીદ અને કંગના જોવા મળી રહ્યા છે.

20 સેકન્ડ લાંબી આ વીડિયોમાં લીડ કપલ વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે અને શાહિદ ખુલાસો કરતાં કહે છે કે એને કઇ ચીજથી સૌથી વધારે ડર લાગે છે. શાહિદ કહે છે, ‘મને ડર લાગે છે’ તો કંગના પૂછે છે, ‘મૃત્યુથી?’ અને એની પર શાહિદ જવાબ આપે છે પ્રેમથી. દિલને સ્પર્શી જાય એવી આ બંનેની આ વાતફિલ્મમાં એમની કેમેસ્ટ્રીની ઝલક રજૂ કરી રહી છે.

વિશાલ ભારદ્ધાજ નિર્દેશિત રંગૂન એક લવ સ્ટોરી છે જે બીજા વિશ્વ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર તૈયાર છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

You might also like