‘દલિત’ શબ્દ પર પ્રતિબંધ સામે સુપ્રીમમાં જઈશુંઃ રામદાસ અઠાવલે

નવી દિલ્હી: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના પ્રધાન રામદાસ અઠાવલે દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ બોમ્બે હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે એક પિટિશન પર એવો ચુકાદો આપ્યો હતો કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય મીડિયાને દલિત શબ્દનો ઉપયોગ બંધ કરવા માટે દિશાનિર્દેશ જારી કરવા પર વિચારણા કરે.

તદ્નુસાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયાને દલિત શબ્દનો ઉપયોગ તેમના રિપોર્ટિંગમાં નહીં કરવા પરિપત્ર જારી કર્યો છે. તેની સામે દલિત સમુદાયનો ઉગ્ર વિરોધ થયો છે. હાઇકોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે મીડિયા માટે એડ્વાઇઝરી જારી કરીને તેમને દલિત શબ્દનો ઉપયોગ ટાળવા અને તેના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

રામદાસ અઠાવલેએ જણાવ્યું છે કે સરકારી કામકાજમાં દલિત શબ્દના સ્થાને અ‌નુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ બોલચાલમાં દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે દલિત શબ્દ કોઇ જાતિ વિશેષ માટે નથી બનેલો, પરંતુ સમાજમાં પછાત, ગરીબો અને વંચિત વર્ગ પણ દલિત છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

6 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

7 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

8 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

8 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

9 hours ago