Categories: Dharm

એક વિલક્ષણ વિદ્વાન સંતઃ રામાનુજાચાર્યજી

રામાનુજાચાર્યજી એક વિલક્ષણ અને અદ્ભુત વિદ્વાન સંત હતા. તેઓનો જન્મ આજથી એક હજાર વર્ષ પૂર્વે (ચૈત્ર વદ ૫ વિ.સં. ૧ મે, ૧૦૧૭માં) તમિલનાડુના શ્રી પેરુમ્બુદુર નામના સ્થાને થયો હતો. પ્રકાંડ વિદ્વાન શ્રી રામાનુજાચાર્યે ગીતા, બ્રહ્મસૂત્ર તથા ઉપનિષદો પર યુગાનુકૂલ ભાષ્ય લખ્યાં હતાં અને સમાજમાં પ્રચલિત રૂઢિ અને નિરર્થક પરંપરાઓ પ્રત્યે એક સુધારાવાદી દૃષ્ટિકોણ અપનાવી નિર્દોષ અને સમરસ સમાજના નિર્માણ હેતુ અનેક પ્રભાવી કદમ ઉઠાવ્યાં હતાં. શ્રી રામાનુજાચાર્યજીએ પોતાના જીવનમાં અનેક ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ શૂદ્ર સમાજના મહાન વિદ્વાનોના શ્રીચરણોમાં બેસી જ્ઞાન મેળવવા માટે પોતાની જાતને ધન્ય માની.

મુસ્લિમ આક્રમણકારી દક્ષિણના મેલુકોટથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાઓ લૂંટી દિલ્હી લઈ ગયા ત્યારે શ્રી રામાનુજાચાર્યે સેંકડો લોકો સાથે દિલ્હી કૂચ કરી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા પાછી મેળવી હતી. આ એક અશક્ય લાગતું કાર્ય હતું, જે તેઓએ પાર પાડ્યું હતું. મુસ્લિમ રાજ પરિવારની એક કન્યા શ્રીકૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવને વશ શ્રી રામાનુજાચાર્ય પાછળ-પાછળ મેલુકોટ પહોંચી ત્યારે શ્રી રામાનુજાચાર્યે તેને સન્માનપૂર્વક મંદિરમાં પૂજા કાર્યોમાં સ્થાન આપ્યું હતું.
કૃષ્ણ ભક્તિનાં નૃત્ય કરતી આ મુસ્લિમ કન્યા બીબી નાચ્ચિયારના નામે જાણીતી બની. શ્રી રામાનુજાચાર્યનું આ એક ક્રાંતિકારી પગલું હતું.

તિરુકોટ્ટિપુરના મહાત્મા નામ્બિએ શ્રી રામાનુજાચાર્યને ૐ નમો નારાયણ મંત્રની દીક્ષા આપી અને કહ્યું કે મંત્ર કોઈને શીખવવો નહીં ત્યારે રામાનુજાચાર્યે તે મંત્રને જાહેર કરી દીધો. ગુસ્સે ભરાયેલા નામ્બિએ તેઓને નરકમાં જવાનો શ્રાપ આપ્યો ત્યારે તેઓએ શાંત ચિત્તે કહ્યું કે, મારા એકલાના નર્કમાં જવાથી લાખો લોકોનું કલ્યાણ થતું હોય તો હું નરકમાં જવા તૈયાર છું. તેઓએ તમામ લોકોને જાતિભાવનો ત્યાગ કરી શ્રેષ્ઠ શિક્ષણ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો હતો. તેઓ કહેતા, જાતિનું અભિમાન સમાજનો સૌથી મોટો દુશ્મન છે. તેઓએ મંદિરમાં પૂજા વગેરેની વ્યવસ્થાઓમાં સમાજના તમામ વર્ગોને સન્માનજનક સ્થાન અપાવ્યું. તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં સ્નાન કરવા જતા ત્યારે એક બ્રાહ્મણ વ્યક્તિનો સહારો લઈને જતા. જ્યારે સ્નાન કરીને પરત ફરતા ત્યારે એક શૂદ્ર વ્યક્તિના ટેકે ફરતા. તેઓએ નિમ્ન ગણાતી તિરુવકુલ્લતાર જાતિને વૈષ્ણવ જાહેર કરી સમાજમાં સમ્માનજનક સ્થાન અપાવ્યું તો પછાત વર્ગના તિરુપ્પાણનને દક્ષિણનાં પ્રતિષ્ઠિત ૧૨ વૈષ્ણવ સંતોમાં સ્થાન અપાવ્યું હતું.

શ્રી રામાનુજાચાર્યે મરનેરી નામના એક વિદ્વાન વ્યક્તિના અંતિમ સંસ્કાર એક બ્રાહ્મણના અંતિમ સંસ્કારની જેમ કરાવી તેને ગૌરવ પ્રદાન કર્યંુ હતું, તો ગોલ્લા (પછાત) સમાજને તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રથમ દર્શનનો અધિકાર અપાવ્યો તો કર્ણાટકના મેલુકોટ મંદિરમાં પણ અતિપછાત ગણાતા સમાજને પ્રવેશ અપાવડાવ્યો એટલું જ નહીં માલદાસરિ નામના એક પછાત સમાજનાં નામથી વાર્ષિક એકાદશી વર્ષનો પ્રારંભ કરાવ્યો.

આજથી એક હજાર વર્ષ પહેલાં શ્રી રામાનુજાચાર્યજીએ વિદૂત્તા તથા પોતાના શ્રેષ્ઠ વ્યવહાર થકી સમાજમાં એક નવા યુગની શરૂઆત કરાવી. જાતિગત, વર્ણગત ભેદભાવો વિરુદ્ધ સામાજિક પરિવર્તન અને સુધારાઓના એક નવીન યુગની શરૂઆત કરાવી. મનુષ્યના કલ્યાણનું કારણ તેની જાતિ નહીં તેના ગુણ જ હોય છે તેવો સંદેશ આપ્યો.

તેઓના આ સંદેશને પોતાના આચરણમાં લાવી દેશભરમાં એક અભૂતપૂર્વ આંદોલન ઊભું થયું અને જોતજોતામાં ૧૩મી સદી પછી સમાજના અનેક વર્ગોને દોષમુક્ત કરવામાં આહ્વાન કરતા હજારો સંતોની પરંપરા ઊભી થઈ ગઈ. તેમના આ ભક્તિ આંદોલનના સહારે દેશે પોતાના કપરા કાળને સફળતાપૂર્વકપાર પાડ્યો.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

14 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago