VIDEO: વિદેશી રેસલરને ચેલેન્જ રાખી સાવંતને પડી ભારે, ઉઠાવી-ઉઠાવીને પટકી

મુંબઇઃ પંચકુલાનાં સેકટર-૩ સ્થિત તાઉદેવી લાલખેલ પરિસરમાં આયોજિત ટીડબ્લ્યુઇના બેનર હેઠળ રેસલિંગની બિગ ફાઇટમાં અભિનેત્રી રાખી સાવંતનું એક વિદેશી મહિલાને ચેલેન્જ આપવાનું ભારે પડી ગયું. વિદેશી મહિલા રેસલરે રાખી સાવંતને રિંગમાં ઉઠાવી ઉઠાવીને ત્યાં સુધી પટકી. આના કારણે તેને ઇજા પહોંચી છે અને રાખી સાવંતને હોસ્પિટલમાં ભરતી કરવી પડી છે.

ગઇ કાલે બિગ ફાઇટ દરમિયાન મહિલા રેસલરના મુકાબલા રાખવામાં આવ્યા હતા. વિદેશી મહિલા રેસલર રેવલે ફાઇટ જીત્યા બાદ ઓપન ચેલેન્જ આપતાં કહ્યું કે જો કોઇ પણ ભારતીય મહિલામાં દમ હોય તો મારી સાથે આવીને લડે, પરંતુ કોઇ મહિલા તૈયાર ન થઇ. ત્યાર બાદ રાખી સાવંત સ્ટેજ પર આવી અને મહિલા રેસલરને ચેલેન્જ આપતાં કહ્યું કે જો તેનામાં દમ હોય તો તેનાં જેવો ડાન્સ કરીને બતાવે. ત્યાર બાદ બંને વચ્ચે મુકાબલો શરૂ થયો.

રાખી સાવંતનો ડાન્સ જોઇને લોકો હુટિંગ કરવા લાગ્યા. આ દરમિયાન રાખી સાવંત રાઇવલને ચીડવતી જોવા મળી. તેથી તે ગુસ્સામાં આવી ગઇ અને તેણે રાખી સાવંતને ઉઠાવીને પટકી. રાખી સાવંત દર્દથી કણસવા લાગી ત્યારે બાઉન્સર રિંગની અંદર આવી ગયા અને રાખીને તરત ઉઠાવી હોસ્પિટલ લઇ ગયાં.

You might also like