Bigg Boss 12: રાખી સાવંતની કન્ટેસ્ટંટને ચેતવણી, કહ્યું,”જો સલમાન સાથે દબંગાઇ કરશો તો…..”

Bigg Boss Rakhi Sawantmore
Bigg Boss Rakhi Sawantmore

“બિગ બોસ” સીઝન 12 ટૂંક સમયમાં જ શરૂ થઇ જવા પર છે. હંમેશાની જેમ આ વખતે પણ લોકોમાં “બિગ બોસ”ને લઇને વધારે ઉત્સાહ છે. આ રિયાલિટી શોમાં ભાગ લેનારા અનેક સેલિબ્રિટીઝનાં નામનાં ખુલાસાઓ પણ થઇ ચૂકેલા છે. ત્યાં બીજી બાજુ આ શોની કન્ટેસ્ટંટ રહી ચૂકેલ આઇટમ ગર્લ રાખી સાવંતે શોમાં આવનારા આગામી દરેક કન્ટેસ્ટંટને એક વણમાંગી સલાહ આપી છે કે એવાં લોકોને આ સલાહ છે કે જેનો સામનો સીધો જ સલમાન સાથે થવાનો છે.

રાખી સાવંતે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે,”લડાઇ કરો, ઝઘડો કરો પરંતુ ખુશ રહો. ખુદને વધુ સ્વસ્થ બનાવવા માટે આ મોકાનો ફાયદો ઉઠાવો. બિગ બોસનાં ઘરમાં પોતાની બરબાદી કરવા ના જાઓ. શાંત રહેવાની પૂર્ણ કોશિશ કરો અને ઝઘડવા માટે ના લડો પરંતુ જો કોઇ ઝઘડો કરે તો તેનું બેન્ડ બજાવી દો.”

આ સાથે રાખી સાવંતે વધુમાં એમ જણાવ્યું કે,”હું લોકોને એ વાત ખાસ કહેવા માંગુ છું કે તમે સલમાન ખાન સાથે ક્યારેય બિલકુલ પણ બદમાશાઇ ના કરો. જો આવું કરશો તો આપ શોમાંથી તો બહાર નીકળી જ જશો અને સાથે સાથે બહાર આવ્યાં બાદ તમને ઇન્ડસ્ટ્રીમાં પણ કોઇ તમારો સાથ નહીં આપે.” રાખી સાવંત વર્ષ 2006માં “બિગ બોસ” સીઝન 1ની કન્ટેસ્ટંટ રહી ચૂકેલ છે. તે શોમાં અનેક દિવસો સુધી ટકી રહી હતી. જો કે તે શોમાં જીતવામાં નાકામયાબ રહી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

3 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago