Categories: Gujarat

VIDEO: ફિલ્મ “પદ્માવત”ને લઇ રાજપૂતો દ્વારા બાવળા-બગોદરા હાઈ-વે પર વિરોધ

ફિલ્મ પદ્માવત રિલીઝ કરવા સામે ફરી એક વખત વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજપૂત સમાજ દ્વારા બાવળા-બગોદરા હાઈ-વે પર ભારે ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝનાં વિરોધમાં રાજપૂતોએ હાઈ-વે પર ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો.

જો કે આ વિરોધનાં પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી જ રાજપૂત સંગઠનો અને કરણી સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાનું કહેવું છે કે, ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતીનાં પાત્ર સાથે અને ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.

જો કે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ પર ચાર રાજ્યોમાં લાગેલા પ્રતિબંધ અંગે સુપ્રિમ કોર્ટમાં ઘણી ઊંડી ચર્ચા થઈ હતી. વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં પ્રોડ્યૂસર તરફથી રજૂઆત કરી હતી કે, ‘સેન્સર બોર્ડ તરફથી આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમ છતાં ચાર રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે બિનબંધારણીય છે.’

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

19 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

19 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

19 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

19 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

19 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

19 hours ago