VIDEO: જોખમી સેલ્ફીથી સાવધાન! જો ડુંગર પરથી પડ્યાં તો….!

રાજકોટઃ સેલ્ફીને કારણે મોત થવાંની અનેક ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે પરંતુ લાગે છે કે જાણે લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યાં. ઉલ્ટાનું લોકોમાં જીવનાં જોખમે સેલ્ફી લેવાનું દિવસે ને દિવસે વધતું જાય છે. ત્યારે જાણે કે આ ક્રેઝ લોકોમાં વધુ ને વધુ જાગ્યો હોય તેમ જ્યાં જુઓ ત્યાં લોકોમાં સેલ્ફી લેતો યુવા વર્ગ જોવાં મળી રહ્યો છે.

મહત્વનું છે કે ત્યારે ધોરાજીનાં પાટવાવ ઓસમ ડુંગર પર જોખમી સેલ્ફી લેતાં કેટલાંક યુવાધન લોકો નજરે પડી રહ્યાં છે. મેળા દરમ્યાન આ યુવા લોકો પર્વત પરની ટોચ પરથી સેલ્ફી લઈ રહ્યાં છે. પરંતુ આ સેલ્ફી લોકોનાં જીવ માટે જોખમકારક બની શકે છે. કારણ કે જો એક જરા માત્ર પગ છટક્યો તો ગયા સમજો.

પરંતુ આ ઘટનાને લઇ તંત્ર બિલકુલ સજાગ નથી લાગી રહેલ. સુરક્ષાને લઈને કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. ડુંગર પર જતાં લોકોને રોકવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. કોઈ પણ પ્રકારની સુચના આપતાં બોર્ડ પણ અહીં જોવાં મળ્યાં નથી.

You might also like