VIDEO: રાજકોટમાં મહિલાને માર મારી ચલાવાઇ રૂ.5 લાખનાં ડ્રેસ મટિરીયલ્સની લૂંટ

રાજકોટઃ શહેરનાં જેતપુરમાં આવેલા ફૂલવાડી વિસ્તારમાં વેપારી ઈલાબેનને માર મારીને 5 શખ્સો લૂંટીને ફરાર થઇ ગયાં હતાં. મોતીવાલા બિલ્ડીંગમાં આવેલા ઈલાબેન પાસેથી 5 લાખ રૂપિયાનાં ડ્રેસ મટિરીયલ્સની લૂંટ કરાઇ હતી. ત્યારે હવે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, ઈલાબેનને નાવગઢનાં ચોઈસ ફેશનનાં વેપારી અરીફભાઈએ ડ્રેસ મટિરીયલ્સનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડરની ડીલીવરી લેવા માટે અરીફ અને તેનાં 4 વ્યક્તિઓ પહોંચ્યાં હતાં. આ દરમ્યાન તેમણે વેપારી મહિલા અને તેમના દીકરા પર હુમલો કર્યો હતો.

વેપારી મહિલા પર હુમલો કરીને રૂ.5 લાખનાં ડ્રેસ મટિરીયલ્સની લૂંટ કરીને તેઓ ફરાર થઇ ગયાં હતાં. ત્યારે હવે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડીને પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

You might also like