જ્યોતિષના પાપાચારનો મહિલાએ ફોડ્યો ભાંડો

0 0

રાજકોટ: શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી સામે એક મહિલાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું છે કે જ્યોતિષે વિધિ કરવાના બહાને મારી સાથે દુષ્કર્મ કર્યું છે. આ ઉપરાંત મને રાજસ્થાન લઇ જઇને અડપલાં પણ કર્યા તેનું રેકોર્ડિગ કરી લીધું છે.

મહિલાએ ફરીયાદમાં જણાવ્યું છે કે એના 2005માં પ્રથમ લગ્ન થયાં હતા અને એ લગ્નજીવનમાં એક બાળકનો જન્મ થયો હતો પરંતુ લગ્નમાં મનમેળ બેસતું ન હોવાથી મહિલાએ બીજા લગ્ન કરી લીધા અને બીજા લગ્નમાં પણ મનમેળ ન બેસતાં પુત્રને લઇને માતાના ઘરે રહેવા જતી રહી હતી. બે વખત લગ્નજીવન તૂટી જતાં મહિલા માનસિક રીતે ભાંગી પડી હતી અને જ્યોતિષની મદદ લેવા પહોંચી હતી. આઠ વર્ષ પહેલાના પાડોશી એવા જ્યોતિષનું કામ કરતાં અનંતપ્રસાદના સંપર્કમાં આવતાં મહિલાએ બધી જ વાત કરી હતી. ત્યારે જ્યોતિષે વિધિ કરવી પડશે એમ કહીને મહિલાને રાજસ્થાન લઇ ગયા હતા. રાજસ્થાનમાં જ્યોતિષે ધર્મશઆળામાં બે રૂમ રાખ્યા હતા. એકમાં જ્યોતિષ અને એકમાં હું. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ. વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ, અંતે મારે તાબે થવુ પડ્યું હતું.

જો કે આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જૂની છે, હાલમાં આ ઘટનાની તપાસ થઇ રહી છે. મહિલાએ પોલીસને એક સીડી આપી છે અને કહ્યું છે કે આમાં અનેક પુરાવા છે. જો કે સામા પક્ષ દ્વારા નિવેદન આપતાં જણાવ્યું કે આ મહિલા બ્લેકમેલ કરી રહી છે અને અત્યાર સુધી વીસેક લાખ રૂપિયા પડાવી ગઇ છે અને આ વખત કરોડોની માંગણી કરી રહી છે.

http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.