VIDEO: રાજકોટમાં 318 MCFT પાણી છોડાતાં ડેમની સપાટીમાં વધારો

રાજકોટઃ શહેરમાં સુર્યરામપર ગામમાં સૌની યોજનામાં પાઈપલાઈન લીકેજ થઈ હતી. ત્યારે હવે પાઈપલાઈનને રિપેરીંગ કરીને તેને ફરીથી શરૂ કરાઈ છે. 18 દિવસમાં 318 MCFT પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે હવે ડેમની સપાટી 22.10 ફૂટ સુધી પહોંચી છે. રાજકોટને 2 મહિના સુધી પીવાનું પાણી મળી રહે તેટલી પાણીની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનાં રહીશો તથા ખેડૂતો માટે વહેલી તકે સૌની યોજનાનો લાભ આપવામાં આવે છે. તેથી શહેરનાં જ એક સુર્યરામપર ગામમાં સૌની યોજનાની પાઇપલાઇન લીકેજ થતાં સતત 5 દિવસ સુધી ઘણાં ખરાં પાણીનો વ્યય થયો હતો.

જો કે બાદમાં તેનું રિપેરિંગ કરી દેવામાં આવી. હાલમાં 18 દિવસમાં 318 MCFT પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે ડેમની સપાટી 22.10 ફૂટ સુધી ઊંચે જતી રહી છે. તેમજ ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે. રાજકોટવાસીઓને 2 મહિના સુધી પીવાનું પાણી મળી રહે તેટલી પાણીની આવક થઇ ગઇ છે.

You might also like