VIDEO: રાજકોટમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મારતા વાલીઓએ મચાવ્યો હોબાળો

રાજકોટઃ એક ખાનગી શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મારતા કાનમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીએ હોમવર્ક ન કરતાં શિક્ષિકાએ તેને ઢોર માર માર્યો. આ ઘટના બાદ વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

આ ઘટનાને લઇ તેનાં પરિવારજનમાં ભારે આક્રોશ જોવાં મળી રહ્યો હતો. તેમજ ઘણાં બધાં વાલીઓમાં આ ઘટનાને લઇ રોષ જોવા મળી રહ્યો છે. આથી વાલીઓએ સ્કૂલમાં જઇને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનાં આક્રોશને લઇ વિદ્યાર્થીનાં વાલી દ્વારા શિક્ષિકા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જેને લઇ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like