VIDEO: રાજકોટમાં ઝડપાઇ રૂ.1.69 કરોડની જૂની નોટો, 2ની ધરપકડ

રાજકોટઃ શહેરમાં આજે જૂની ચલણી નોટો ઝડપાઈ હોવાંનો એક કિસ્સો ફરી વાર સામે આવ્યો છે. રૂપિયા 1.69 કરોડથી વધુની જૂની ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે. જેમાં એક હજારનાં દરની જૂની 7185 નોટો અને 500નાં દરની 19485 નોટો કબ્જે કરવામાં આવી છે.

પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક શખ્સ રાજકોટનો અને બીજો શખ્સ જૂનાગઢનો હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ પોલીસે આ તમામ નોટો કબ્જે કરી લીધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધીની વર્ષ 2016નાં નવેમ્બર મહિનાની 8 તારીખ સૌ કોઈને યાદ જ હશે. આ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બરનાં રોજ રૂ.1000 અને 500ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી હતી. જો કે આ નોટબંધીને લગભગ ડોઢ વર્ષ પૂર્ણ થયા બાદ પણ રાજકોટમાંથી ફરી રૂપિયા 1.69 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઇ આવી છે.

મહત્વનું છે કે નોટબંધી થયા બાદ અનેક વાર એવા કિસ્સાઓ સામે આવતા હતાં કે જેમાં અનેક જૂની ચલણી નોટો ઝડપાતી હતી. પરંતુ નોટબંધી થયાંને ડોઢ વર્ષ થઇ ગયા બાદ પણ હજી જૂની નોટો પકડાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હમણાં થોડાંક દિવસો પહેલાં સુરેન્દ્રનગરમાંથી પણ રૂ. 10 લાખની જૂની ચલણી નોટો ઝડપાઇ હતી.

સુરેન્દ્રનગરનાં સાયલા તાલુકાનાં ટીટોડા ગામેથી LCB પોલીસે સરકાર દ્વારા બંધ કરાયેલી જૂની ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવી હતી. રૂ.1૦૦૦ અને 5૦૦નાં દરની ફુલ 9.92 લાખની જૂની ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો હતો અને હવે ફરી એવી જ એક ઘટના રાજકોટમાં બની હોવાનું સામે આવ્યું છે.

You might also like