VIDEO: રાજકોટની રણછોડ વિદ્યાલયનાં આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ, બોર્ડનાં નાણાં કરી ગયા ઉચાપત

રાજકોટઃ શહેરમાં રણછોડ વિદ્યાલયનાં આચાર્ય વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે એટલે કે તેઓની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ શાળાનાં આચાર્ય વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે શાળાનાં આચાર્ય બોર્ડની પરીક્ષાની કામગીરીનાં નાણાં ઉચાપત કરી ગયાની અરજી કરવામાં આવી છે.

રણછોડ વિદ્યાલયનાં આચાર્ય આચાર્ય ધવલ લાડાણીએ રૂ.4.37 લાખ પરત કર્યા નથી. બોર્ડે પરીક્ષા માટે આચાર્યને રૂ.17.50 લાખ આપ્યાં હતાં. ત્યારે આચાર્યે રૂ.17.50 લાખમાંથી રૂ.4.37 લાખ પરત ન કર્યાની બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડે આચાર્ય વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી છે.

મહત્વનું છે કે જે અલગ-અગગ રકમ હતી તેને ચૂકવવામાં આવી હતી. બોર્ડ દ્વારા એક આચાર્યને 17.50 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ રકમને લઇને બોર્ડ દ્વારા ગાંધીનગરનાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટપણે તે વ્યક્તિનું તેમાં નામ પણ લખવામાં આવ્યું છે.

જેમાં આચાર્ય ધવલ લાડાણીનું નામ લખવામાં આવેલ છે. મહત્વનું છે કે પ્રથમ વાર આવી કોઇ ઘટના બની છે કે જેમાં કોઇ આચાર્ય બોર્ડનાં રૂપિયા લઇને ફરાર થઇ ગયાં છે.આ ફરિયાદને લઇને પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે.

You might also like