VIDEO: રાજકોટમાં પદ્માવત સંઘર્ષ સમિતિની મહિલાઓ ઉતરી ફિલ્મનાં વિરોધમાં

રાજકોટઃ હવે સંઘર્ષ સમિતિ પણ ફિલ્મ “પદ્માવત”નાં વિરોધમાં ઉતરી છે. રાજપૂત સમાજની મહિલાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે,”સમગ્ર સમાજની મહિલાઓ અમારી સાથે છે. સાથે જ આ ફિલ્મમાં રાજપૂત સમાજનો ખોટો ઈતિહાસ બતાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.”

રાજપૂત સમાજની મહિલાઓએ જણાવ્યું કે,”પદ્માવતનાં વિરોધમાં મહિલા સંગઠન પણ હવે જોડાશે. તેમજ સિનેમા માલિકોને આ ફિલ્મ ન દર્શાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. તો મહિલાઓએ સંજય લીલા ભણસાલીને આડે હાથ લેતા કહ્યું કે ઈતિહાસ સાથે ચેડા કરવાની ભણસાલીને આદત પડી ગઈ છે. ફિલ્મ “પદ્માવત”માં રાજપૂત સમાજનો ઇતિહાસ ખોટો છે. જેને લઇ અમે આ ફિલ્મ થિએટરોમાં રિલીઝ થવા નહીં દઇએ.”

હવે મેદાને વિરાંગનાઓ!
રાજકોટમાં રાજપૂત સમાજની મહિલાઓ નોંધાવશે “પદ્માવત”નો વિરોધ
“ફિલ્મમાં ઈતિહાસ ખોટો દર્શાવ્યો”
“ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ”
“ઈતિહાસ સાથે ચેડા કરવા ભણસાલીની આદત”

You might also like