VIDEO: રાજકોટમાં 35થી વધુ સ્પા સેન્ટરો પર 200 પોલીસ જવાનોનાં દરોડા

રાજકોટઃ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સ્પા પર પોલીસે દરોડા પાડ્યાં હતાં. શહેરનાં 35થી વધુ સ્પા સેન્ટરો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. પોલીસની 8થી 10 ટીમો દ્વારા હાથ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું હતું.

જો કે બાદમાં DCP ઝોન 52એ પત્રકાર પરિષદ કરી અને દરોડા બાબતે માહિતી આપી હતી. તેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નરનાં આદેશ અનુસાર ચેકિંગ હાથ ધરાયું હતું. 200 પોલીસ અધિકારી-જવાનો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું અને રજીસ્ટ્રેશનથી લઇને પોલીસ વેરિફિકેશન સુધીની કાર્યવાહી કરાઈ હતી. હ્યુમન ટ્રાફિકનાં મુદ્દાને લઇને પણ તપાસ કરાઈ હતી. જો કોઈ શંકાસ્પદ વસ્તુ સામે આવશે તો તે મામલે પોલીસ ફરિયાદ નોંધાશે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ મુજબ શહેરમાં આવેલા સ્પા સેન્ટરો પર 200 પોલીસ કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાને લઇને સ્પા સેન્ટરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ પોલીસ દ્વારા આ સૌથી મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની 8થી 10 ટીમ બનાવવામાં આવી છે અને વિવિધ વિસ્તારમાં 35થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે મહિલા પોલીસ અધિકારીઓને પણ આ દરોડા વખતે સાથે રાખવામાં આવ્યાં હતાં. ત્યારે હ્યુમન ટ્રાફિકનો કોઈ પ્રશ્ન છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદેશી કર્મચારીઓ પણ રાખવામાં આવ્યાં છે કે કેમ તેમજ શંકાસ્પદ વસ્તુઓ જો મળી આવશે તો વિશેષ રીતે ગુનો દાખલ કરવામાં આવશે.

You might also like