VIDEO: રાજકોટમાં CMનાં નિવાસ સ્થાને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાની અટકાયત

રાજકોટઃ શહેરમાં મુખ્યમંત્રીનાં નિવાસસ્થાનેથી આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલાની અટકાયત કરાઈ છે. આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલા સાથે સાથે ત્રણ મહિલાઓની પણ અટકાયત કરાઈ હતી. મહિલા પોલીસ કર્મીઓએ આ મહિલાઓની અટકાયત કરી હતી અને મહિલા પાસેથી કેરોસીન પણ કબ્જે કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, મહિલાએ નાની અમરેલીમાં થયેલી મારામારીને મામલે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ FIRમાં દાખલ કરવાની મહિલાની માંગ હતી અને આત્મવિલોપનની ચીમકીનાં પગલે પ્રકાશ સોસાયટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મહત્વનું છે કે નાની અમરેલીમાં એક કારખાના મિલમાં જે કંઇ મારામારી થઇ હતી અને તેમાં જે લોકો ઘાયલ થયાં હતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં.

મારામારીનાં આ કેસમાં FIRમાં ભાજપનાં ધારાસભ્યનું નામ ઉમેરવાની માંગ થઇ છે. જો કે આ કેસમાં હજી સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નથી આવી રહી. જેથી જે મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી તેની અટકાયત કરવામાં આવી હતી અને તેની પાસેથી કેરોસીન પણ કબ્જે કરાયું હતું.

આ ઘટનાને લઇને ત્યાં મોટી સંખ્યામાં SRP અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો તેમજ ફાયરબ્રિગેડ અને 2 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય કરી દેવાઇ હતી. સોસાયટીની ફરતે બેરીકેટ પણ મૂકી દેવાયાં હતાં તેમજ સોસાયટીમાં આવતા જતાં તમામ લોકોનું સઘન ચેકીંગ થઈ રહ્યું છે.

You might also like