VIDEO: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાણી મુદ્દે ભારે હોબાળો

રાજકોટઃ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. કાંગસિયાળી ગામનાં લોકોએ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માગ સાથે લોકોનું મોટુ ટોળું કલેક્ટર કચેરીમાં ધસી આવ્યું હતું અને કલેક્ટર કચેરીએ તેઓએ પાણી મુદ્દે મુશ્કેલી સર્જાતા આ મુદ્દે તેઓએ રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યાં તો પાણીની મુશ્કેલીઓનો સંઘર્ષ પણ સામાન્ય જનતાને કરવો પડી રહ્યો છે. કાંગસિયાળી ગામનાં વિસ્તારમાં આવેલ 7થી 8 સોસાયટીનાં આઠ હજારથી વધારે લોકોએ છેલ્લાં ઘણા સમયથી પાણીની કોઇ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનો ત્યાંનાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

આ સિવાય રાજકોટ જિલ્લાની સાથે-સાથે જો નર્મદાનું પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો સમગ્ર રાજકોટ શહેરમાં પણ પાણીની સમસ્યા સર્જાઇ શકે છે.

You might also like