VIDEO: રાજકોટ-ચોટીલા હાઈ-વે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

રાજકોટ-ચોટીલા હાઈ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કુવાડવા પાસે પેસેન્જર વાહન એકાએક પુલ પરથી નીચે ખાબકી જતાં 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં છે. રામપર બેટીનાં પુલ પરથી વાહન બ્રીજ પરથી નીચે ખાબક્યું હતું. વાહનમાં અંદાજે 15 મુસાફરો સવાર હતાં.

તો આ દુર્ધટનામાં હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા વર્તાઈ રહી છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરતાની સાથે જ પોલીસનાં કાફલા સહિત 4 એમ્બ્યુલન્સની ટીમ તુરંત ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પાટણથી ધાર્મિક સ્થળોએ દર્શન કરવા આવેલા પરિવારને રાજકોટ નજીક અકસ્માત નડતા ચાર લોકોનાં મોત થયાં હતાં. રાજકોટ – ચોટીલા હાઇ-વે પર રામપર બેટી ગામનાં પુલ ઉપરથી 19 મુસાફરો ભરેલી યુટીલીટી કાર એકાએક નદીમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 19માંથી 15 જેટલા ઇજાગ્રસ્તોને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યારે 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. અકસ્માત સર્જાતા કુવાડવા પોલીસ અને 108ની ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાટણનાં સમી જિલ્લાનાં સિપર ગામનાં વતનીઓ દ્વારકા, સત્તાધાર સહિતનાં ધાર્મક સ્થળોએ દર્શન કરવા આવ્યાં હતાં.

સત્તાધારથી દર્શન કરી પોતાનાં વતન પાટણ તરફ જવા નિકળ્યાં હતાં ત્યારે રાજકોટ-ચોટીલા હાઇ-વે પર આવેલા રામપર બેટી પુલ પર યુટીલીટી કારનાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેમાં કાર પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી.

જેમાં મધુબેન નથુભાઇ, જેઠીબેન મહાદેવભાઇ, નથુભાઇ ડાયાભાઇ અને પરમાભાઇ હેમાભાઇનું મોત થયું હતું. જ્યારે 15 જેટલાં ઇજાગ્રસ્તોને રાજકોટ સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. હાલ કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like