VIDEO: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પત્રો થયા વાયરલ

રાજકોટઃ ચેમ્બર ઓફ કોમર્સની યાચનાનાં બે પત્રો હાલ વાયરલ થઈ રહ્યાં છે. ચૂંટણી ટાણે ચેમ્બરનાં પ્રમુખે ભાજપ અને કોંગ્રેસનાં પ્રમુખોને પત્રો લખ્યાં હતાં. આ પત્રો હવે વાયરલ થઈ રહ્યાં છે. રાજકોટ પૂર્વ માટે ચેમ્બર કોઈ ઉમેદવારને ચૂંટણી લડાવવા માગતું હતું અને તેનું નામ પત્રમાં લખ્યું છે.

કોંગ્રેસ પ્રમુખને આની ભલામણ પણ કરી હતી. એવી જ રીતે ભાજપ પ્રમુખને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે પણ ભલામણ કરી હતી. જો કે ભાજપ કે કોંગ્રેસે ચેમ્બરે સુચવેલા એકે પણ વ્યક્તિને ટિકિટ આપી ન હતી.

રાજકીય પક્ષોનાં પ્રમુખને યાચના કરતા આ પત્રમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ શિવલાલ બારસિયાએ લખ્યું છે કે જો તમે આ ઉમેદવારને ટિકિટ આપશો તો તેમને જીતાડવાની જવાબદારી અમે લઈશું અને તેમજ તે ઉમેદવાર માટે અમે મહેનત કરીશું. જો કે રાજકીય પક્ષો પણ પોતાનાં ગણિતો ગોઠવતા હોય છે માટે શિવલાલે કરેલી ભલામણમાંથી એક પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી ન હતી.

You might also like