VIDEO: ખોડલધામનાં પ્રમુખ પદેથી રાજીનામું આપનાર પરેશ ગજેરા જોડાઇ શકે છે ભાજપમાં

રાજકોટઃ પરેશ ગજેરાએ ખોડલધામનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે પરેશ ગજેરા ભાજપમાં જોડાઈ શકવાની શક્યતા છે. પીએમ મોદીની હાજરીમાં જ પરેશ ગજેરા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે, પીએમ મોદી 20 જુલાઈનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે આ સમય દરમ્યાન પરેશ ગજેરા ભાજપમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે. પરેશ ગજેરાનાં આ રાજીનામા બાદ એવું લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં ડખો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. જો કે ટ્રસ્ટનાં પ્રમુખપદની જવાબદારી આખરે નરેશ પટેલે ફરી સંભાળી લીધી છે. પરેશ ગજેરાનાં તત્કાલિક ધોરણે રાજીનામું આપવાંથી અનેક પ્રકારનાં તર્ક વિતર્કો પણ ઊભા થઇ રહ્યાં છે.

જો કે મહત્વની બાબત છે કે આ પહેલાં નરેશ પટેલે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ બાદમાં આખરે સમજાવટ બાદ તેઓનું રાજીનામું પરત ખેંચી લેવાયું હતું. તેઓએ એમ કહ્યું હતું કે મારે કોઈની સાથે કોઇ પણ પ્રકારનો વિવાદ નથી. પરેશ ગજેરા સાથે પણ મારે કોઈ જ વિવાદ નથી.

You might also like