VIDEO: રાજકોટમાં ખેડૂતોને પાક વિમો ના મળતા બેંકને કરાઇ તાળાબંધી

રાજકોટઃ શહેરનાં જેતપુરમાં ખેડૂતોને પાક વિમો ના મળતાં ICICI બેંકને તાળાબંધી કરી દેવાઇ છે. મંડલિકપુરનાં ખેડૂતોએ બેંકને તાળાબંધી કરી દીધી છે. વર્ષ 2016-17નો પાક વિમો પાકી ગયો હોવાં છતાં ICICI બેંક નાણાં ચુકવતી નથી અને ખેડૂતોને ICICI બેંકે વિમાની 50 ટકાની જ રકમ આપી છે.

મહત્વનું છે કે મંડલિપુરનાં ખેડૂતોએ પાક વિમો બેંક દ્વારા લેતાં તે વિમો પાકી ગયો છે પરંતુ ICICI બેંક તેનાં નાણાં હજી સુધી ખેડૂતોને ચૂકવતી નથી જેથી ખેડૂતોમાં બેંકને લઇને ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. ખેડૂતોએ બેંકે નાણાં ન ચૂકવતા બેંકને તાળાબંધી કરી દીધી છે. તેમજ ખેડૂતોએ બેંકની બહાર જ હુળીયો બોલાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં 1 દોઢ વર્ષથી ખેડૂતો પાક વિમાની આજીજી કરતાં હતાં. ખેડૂતોને ICICI બેંકે વિમાની 50 ટકા રકમ આપી હતી અને 50 ટકા રકમ ચુકવવાની બાકી હતી. ખેડૂતોને બેંક દ્વારા આજે આપીએ અને કાલે આપીએ તેવાં વાયદાઓ પણ કરવામાં આવ્યાં છે. જેથી કંટાળીને મંડલીકપુર ગામનાં ખેડૂતોએ ICICI બેંકને તાળાબંધી કરી છે.

You might also like