VIDEO: રાજકોટમાં મનપાનાં દરોડા, પટેલ ટ્રેડર્સમાંથી ઝડપ્યું નકલી મરચું

રાજકોટઃ શહેરનાં મનપાનાં આરોગ્ય વિભાગે માર્કેટિંગ યાર્ડમાં દરોડા પાડી હલકી ગુણવત્તાનો મરચાનો પાવડર કબ્જે કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડનાં પટેલ ટ્રેડર્સમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી હલકી ગુણવત્તાનો મરચાનો પાવડર અને મરચીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જેમાં મરચામાં કલરનો ઉપયોગ કરીને તેને ઓછી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું. તો આરોગ્ય વિભાગે મુરલીધર બ્રાન્ડ મરચાનો પણ નમૂનો લીધો છે. ઉલ્લેખનીય છે કે શહેરની હોટલ અને દુકાનોમાં આ બનાવટી પાવડર ઓછી કિંમતે વેચાતો હતો.

મહત્વનું છે કે મનપા આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે દરોડા પાડવામાં આવે છે તેમાં આ વખતે માર્કેટિંગ યાર્ડની અંદર પટેલ ટ્રેડર્સ નામનાં જે વેપારી છે તેઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં મોટા પ્રમાણમાં અખાદ્ય મરચાંની ચટણી હોય છે તેની અંદર કલરનું મિશ્રણ કરવામાં આવતું હતું અને એમાંય તે કલર કેમિકલ યુક્ત પણ હોઇ શકે છે તેવી પણ શક્યતા છે.

અનેક હોટલો અને જે વેપારીઓ છે તેને ત્યાં પણ આ પ્રકારની મિક્ષ કરેલી ચટણીનું વેચાણ કરવામાં આવતું હતું ત્યારે તે દરેકને માટે હાનિકારક છે તેવું કહી શકાય છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You might also like