VIDEO: રાજકોટમાં આરોગ્ય વિભાગનાં દરોડા, અખાદ્ય ચીજોનો જથ્થો કર્યો જપ્ત

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યાં છે. 150 ફૂટ રીંગ રોડ પર આવેલાં બીગ બજાર અને રિલાયન્સ મોલમાં આરોગ્ય વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. ખાદ્ય ચીજો પર દર્શાવ્યાં મુજબ તાપમાનમાં આ ચીજવસ્તુઓનું સ્ટોરેજ કરવામાં આવ્યું હતું.

લીકેજ અને ફૂલાઈ ગયેલા ઠંડા પીણાનાં ટીન પણ લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માટે જાણે મૂકવામાં આવ્યાં હતાં. તો રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી અને ફળોમાં પણ ફૂગ જોવા મળી છે. આ સિવાય આઈસ્ક્રીમનાં તૂટેલાં બોકસનું પણ વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું.

નવાઈની વાત તો એ છે કે સ્ટોરેજમાં પણ પુષ્કળ જીવાતો મળી આવી હતી અને એક્સપાયરી ડેટવાળી અનેક ચીજવસ્તુઓનું બિન્દાસ્ત વેચાણ કરવામાં આવતું હતું. તો આરોગ્ય વિભાગે દરોડા બાદ બંને મોલને નોટિસ ફટકારી હતી અને જપ્ત કરાયેલાં મુદ્દામાલનો નાશ પણ કરવામાં આવ્યો હતો.

You might also like