રાજકોટમાં આવતી કાલથી લોકમેળાનો પ્રારંભ, રહેશે સંપૂર્ણ “પ્લાસ્ટિક મુક્ત”

રાજકોટઃ દર વર્ષે જન્માષ્ટમી પર રાજકોટની જાહેર જનતા માટે યોજાતા લોકમેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આવતી કાલથી આ વર્ષનાં પાંચ દિવસીય લોકમેળાનો પ્રારંભ થશે. આ વખતે લોકમેળાનું નામ “ગોરસ મેળો” રાખવામાં આવ્યું છે. જેમાં 350થી વધુ સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે.

તો આ મેળામાં 60થી વધુ રાઈડ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટની શાનમાં આ મેળામાં અંદાજે 12 લાખથી વધુની જનમેદની ઉમટી પડવાની શકયતા છે. જેને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ લોકમેળાની ખાસ વાત તો એ છે કે, તેમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સાતમ આઠમનાં તહેવારને હવે માત્ર ગણતરીનાં જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રંગીલા રાજકોટમાં આ વર્ષે તારીખ 1થી 5 સપ્ટેમ્બર સુધી “ગોરસ લોકમેળો” યોજાશે. ગોરસ લોકમેળાની તૈયારી રાજકોટમાં પૂર્ણતાનાં આરે છે. રાજકોટમાં યોજાનાર લોકમેળાનું ઉદ્ઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે કરવામાં આવશે તેમજ કલેકટર તંત્ર દ્વારા લોકમેળામાં આ વર્ષે ખાસ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.

રાજકોટમાં પ્રતિવર્ષ રાંધણ છઠ્ઠથી યોજાતા પરંપરાગત અને પ્રસિદ્ધ લોકમેળામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી સ્પર્ધામાં જે વિક્રેતાઓ ભાગ લઈને વિજેતા થશે તેને ઇનામ પણ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો. આ વર્ષે રાજકોટનાં મેળાને “ગોરસ લોકમેળો” નામ આપવામાં આવ્યું છે. તારીખ 1થી 5 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં આ લોકમળો યોજાશે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. જેને લઈને કલેકટર તંત્ર દ્વારા લોકમેળામાં ખાસ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.

તો બીજી બાજુ ગોરસ લોકમેળાને “પ્લાસ્ટિક ફ્રી મેળો” પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ લોકો મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે અને વેપારીઓ પણ પ્લાસ્ટિકનું વેચાણ નહીં કરી શકે તે માટે મનપાની ટીમ કાર્યરત રહેશે. આ વર્ષે ગોરસ લોકમેળામાં ખાસ ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટનાં લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મેળાની મજા માણવા લોકો અહીં આવતાં હોય છે તેમજ શનિવાર સવારથી રાજકોટનાં લોકમેળામાં બાળકોનો કિલકીલાટ અને મોટેરાઓની ચિચિયારીઓ પણ મેળામાં ગુંજી ઉઠશે.

You might also like