IPL-9: રાજકોટની નામ હશે ગુજરાત લાયન્સ, સુરેશ રૈના બન્યો કેપ્ટન

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની નવમી સિઝનમાં નવી ફ્રેંચાઇઝી ટીમ રાજકોટનું નામ ‘ગુજરાત લાયન્સ’ હશે. ટીમનું નામાકરણ ઓનલાઇન વોટિંગના આધારે કરવામાં આવ્યું છે. ટીમના કેપ્ટન સુરેશ રૈનાને બનાવવામાં આવ્યો છે. ટીમના કોચ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડે બ્રેડ હોઝ હશે. ગુજરાત લાયન્સમાં રવીન્દ્ર જાડેજા, બ્રેંડન મૈક્કુલમ, ડ્વેન બ્રાવો અને જેમ્સ ફૉકનર જેવા મોટા ક્રિકેટર સામેલ છે.

આઇપીએલ સટ્ટેબાજી કેસમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગ્યા બદ બે નવી ટીમ આઇપીએલમાં સામેલ થઇ છે. તેમાં રાઇજિંગ પુણે સુપર ગિયાંટ્સની સાથે જ રાજકોટ ટીમને પણ સ્થાન મળ્યું છે. ટીમમાં સામેલ ચારેય ક્રિકેટર ગત વર્ષે ચેન્નઇ માટે રમી રહ્યાં હતા. બાકી ખેલાડીઓ માટે આ મહિને યોજાનારી હરાજીમાં બધી ટીમો ભાગ લેશે.

ઉત્તર પ્રદેશના રહેવાસી ક્રિકેટર સુરેશ રૈનાએ ટીમ ઇન્ડિયાના મધ્યક્રમના બેટ્સમેનના રૂપમાં પોતાની શાનદાર વાપસી કરી છે. તે આ પહેલાં ચેન્નઇની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમી ચૂક્યા છે. આઇપીએલમાં 8 વર્ષ રમવાનો અનુભવ ધરાવતા રૈનાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની સાથે આઇપીએલની યાદો અને મજાકને ટીમ લોન્ચિંગ વખતે શેર કરી હતી.

You might also like