VIDEO: રાજકોટનાં જૂના માર્કેટિંગ યાર્ડનાં બારદાનમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે

રાજકોટઃ શહેરનાં જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં રાખેલા બારદાનમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ ભીષણ આગને કાબુમાં મેળવવા માટે ફાયર બ્રિગેડની 10 ટુકડીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેઓ દ્વારા આ આગને કાબુમાં લેવાનાં પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં લગભગ 10 હજાર જેટલા બારદાનો બળી ગયાં છે. માર્કેટ યાર્ડ દ્વારા આ જગ્યા ગુજકોટને આપવામાં આવી હતી. આ જગ્યા પર ગુજકોટ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. હાલ આ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

જો કે આ આગ લાગવા પાછળનું મહત્વનું કારણ ચોક્કસપણે હજી સામે આવ્યું નથી. પરંતુ ઘટનાસ્થલે હાજર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેનનું એવું કહેવું છે કે આ સમગ્ર મામલાની ચોક્કસથી યોગ્ય તપાસ કરવામાં આવશે, કેસ કરવામાં આવશે.

રાજકોટનાં જુનાં માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ
યાર્ડમાં રાખેલા બારદાનમાં લાગી ભીષણ આગ
ઘટનાને લઇને ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટનાસ્થળે
આગને કાબુમાં લેવાનાં પ્રયાસ હાથ ધરાયાં

You might also like