રાજકોટઃ ઉપલેટામાં રોષે ભરાયેલાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કાઢી રેલી, જુઓ VIDEO

રાજકોટઃ શહેરનાં ઉપલેટામાં પાક વિમા મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી નીકાળી હતી. ખાનગી વીમા કંપની દ્વારા કરાતા અન્યાય સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ આ રેલી નીકાળી હતી. આ રેલી નીકાળીને ખેડૂતોએ પાક વીમા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે.

ખેડૂતોનો એવો આક્ષેપ છે કે ખાનગી વીમા કંપની દ્વારા ખેડૂતોને અન્યાય કરાયો છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે જગતનો તાત બેહાલ થયો છે. ત્યારે કુદરતે કારમી થપાટ ખેડૂતોને આપી છે. ત્યારે બેહાલ થયેલો જગતનો આ તાત આર્થિક સહાયની આશ સરકાર પાસે રાખીને બેઠેલ છે.

મહત્વનું છે કે પાક વીમામાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની સાથે છેતરપીંડી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે આર્થિક રીતે પાયમાલ થયેલાં આ ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયાં હતાં.

You might also like