VIDEO: રાજકોટ મનપા દ્વારા હાથ ધરાયું દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટઃ ગુજરાતનાં બે શહેરોમાં ગેરકાયદેસર દબાણ પર મનપાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ અમદાવાદમાં ગુરુકુલ રોડ પર એસ્ટેટ વિભાગ દ્રારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. સુભાષ ચોક સુધીનાં વિસ્તારમાં દુકાનો આગળનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે.

બીજી તરફ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સતત દબાણ હટાવ ઝુંબેશ યથાવત્ રહી હતી. કોઠારીયા ચોકડી પાસેથી દબાણ હટાવવામાં આવ્યા છે. SRPના બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

મહત્વનું છે કે હાઇકોર્ટનાં આદેશ બાદ રાજ્યભરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ અને અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પૂરજોશથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે.

જેમાં રાજકોટની વાત કરીએ તો શહેરમાં કોઠારીયા ચોકડી પાસેથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યાં SRP અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. દુકાનની બહાર ફુટપાથ પર કરવામાં આવેલ દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

You might also like