VIDEO: રાજકોટમાં હુક્કાબારનો સામાન વેચનાર વેપારીઓ પર દરોડા

રાજકોટમાં હુક્કાબારનો સામાન વેચતા વેપારીઓ પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે કાલાવડ રોડ અને કોટેચા ચોક વિસ્તારમાં દરોડા પાડ્યાં છે. ડ્રિમ પોઈન્ટ તથા ડિલક્સ પાન પાર્લર નામની દુકાનમાં દરોડા પાડ્યાં હતાં.

જ્યાં દરોડા પાડવામાં આવ્યાં ત્યાં હુક્કાબારને લગતી વિવિધ ફ્લેવર્સનું વેચાણ થતું હતું. હુક્કાબારની સામગ્રીનું આ બંને પાન પાર્લરમાં ગેરકાયદેસર વેચાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે કે જેમાં દારૂબંધી છે. પરંતુ જે રીતે છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં જે દ્રશ્યો જોવાં મળી રહ્યાં છે તે રીતે જોતાં જોઇએ તો દારૂબંધી હોવાની તો જાણે માત્ર વાતો જ થઇ રહી હોય.

અગત્યની વાત છે કે જે રીતે દિવસે ને દિવસે દરોડા પાડવામાં આવી રહ્યાં છે કે જેમાં ચાહે પોલીસ હોય કે જનતા હોય પરંતુ તેઓ દ્વારા સતત કેટલાંક દિવસોથી દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવૈમાં આવી રહ્યાં છે.

ત્યારે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશાખોરી રોકવા માટે જે દરોડા પાડવામાં આવ્યાં છે તેમાં રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ ડ્રિમ પોઈન્ટ તથા ડિલક્સ પાન પાર્લર નામની જે દુકાનો છે તેનાં વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કે જ્યાં હુક્કાબારને લગતી વિવિધ ફ્લેવર્સનું વેચાણ થતું હતું કે જે શારીરિક રીતે ખૂબ જ હાનિકારક છે.

પરંતુ મહત્વની બાબત તો એ છે કે ક્યાંક ને ક્યાંક આવી દુકાનો એ શાળા કે કોલેજની આજુબાજુમાં જ હોય છે. જેથી આની ખરાબ અસર સૌથી વધુ વિદ્યાર્થીઓ પર થતી હોય છે જેથી આને રોકવા માટે જ ક્રાઇમ બ્રાન્ચે આજે દરોડા પાડ્યાં હતાં.

You might also like