VIDEO: બાળમજૂરો મુક્ત કરાયેલ ગોપાલ ડેરીમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

રાજકોટઃ શહેરમાં ગોપાલ ડેરીમાંથી 33 બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારે હવે ડેરીની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ડેરીમાં ચાલી રહેલ લાલિયાવાડીને દબાવવા માટે મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો છે. ડેરીની અન્ય પોલ સામે ન આવે તે માટે તેની પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ગુરૂવારે રાજકોટની ગોપાલ ડેરીમાં સમાજ સુરક્ષા અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમ્યાન 33 બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં હતાં. અગત્યની બાબત છે કે આ તમામ બાળકો યુપી બિહારનાં હતાં અને તે બાળકોને પેકિંગમાં મશીનરીમાં કામ કરાવવામાં આવતું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બાળ મજૂરી કાયદાનું ઉલ્લંઘન થયું હોવાની એક ઘટના સામે આવી હતી. જેમાં ગોપાલ ડેરીમાં સમાજ સુરક્ષા અને પોલીસનાં સર્ચ ઓપરેશનમાં 33 બાળમજૂરોને મુક્ત કરી દેવાયાં હતાં. સૌથી મહત્વની વાત છે કે આવી કાળઝાળ ગરમીમાં પણ પતરાનાં ગોડાઉનમાં બાળકો કાળી મજૂરી કરતા હતાં.

ત્યારે ડેરીમાં કામ કરાવતા સંચાલકો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે કે શું ડેરીનાં સંચાલકોને ખબર ન હોતી કે આ બાળ મજૂરી એ ગુનો છે. શું મજૂરીનાં રૂપિયા બચાવવા માટે ડેરીએ આવી હરકત કરી છે તેમજ મોબાઇલ પણ ડેરીમાં અંદર નહીં લઇ જવા માટે જે પ્રતિબંધ મુકી દેવાયો છે તેની ઉપર પણ કેટલાંક સવાલો ઊભા થાય છે.

You might also like