સૌરાષ્ટ્ર APMC યાર્ડ એસો. દ્વારા દરેક માર્કેટ અચોક્કસ મુદતની હડતાળે

રાજકોટ: હાલમાં સરકાર ટેકાનાં ભાવે જે મગફળીની ખરીદી કરે છે તેની જગ્યાએ ટેકા ભાવમાં મળતી સબસીડી સીધી જ ખેડૂતોનાં ખાતામાં જમા કરવામાં આવે એટલે કે તેને કહેવાય ભાવાન્તર યોજના. ત્યારે તેને લાગુ કરવાની માંગને લઈને સૌરાષ્ટ્ર APMC યાર્ડ એસોસિએશન દ્વારા બંધનાં એલાન પણ જાહેર કરવામાં આવ્યો. જેને લઇ તમામ માર્કેટ યાર્ડ આજે બંધ રહ્યાં.

ઉલ્લેખનીય છે કે APMC એસોસિએશન દ્વારા ભાવાન્તર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ મામલે કંઇ જ જવાબ આપવામાં આવ્યો નથી. જેથી વેપારીઓમાં આ મુદ્દે ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. આ કારણોસર જ આજે તમામ માર્કેટ યાર્ડનાં વેપારીઓ પોતાનાં કામધંધાથી અળગા રહેશે.

મહત્વનું છે કે આ બંધનાં એલાનને મોરબી APMC યાર્ડે સમર્થન આપ્યું છે. મોરબી APMC માર્કેટમાં આજથી નવા માલની ખરીદી પણ બંધ કરવામાં આવી છે. ત્યારે મોરબી APMC યાર્ડનાં કમિશન એજન્ટો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.

You might also like