VIDEO: રાજકોટમાં દલીત પરિવારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટઃ શહેરમાં જમીનની પડતર માંગ મુદ્દે દલિત સમાજમાં ફરી એક વખત ભારે રોષની લાગણી ભભુકી ઉઠી છે. રાજકોટનાં રૈયા ગામ નજીક દલિત પરિવારનાં 20થી વધુ જેટલાં સભ્યોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. હાઈ-વે માર્ગ પર કેરોસીન છાંટીને તેઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા 9થી વધુ લોકોને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જઈને અટકાયત કરી છે.

જો કે આત્મવિલોપનનાં પ્રયાસ બાદ પોલીસે 9થી 10 લોકોની હાલ અટકાયત કરીને આ સમગ્ર મામલો થાળે પડાયો છે. જો કે પીડિત પરિજવારનોનું એમ કહેવું છે કે જમીનની પડતર માંગને લઈ વખતો વખત સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાં છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતમાં આ પગલું ભર્યું હતું.

રાજકોટનાં રૈયા ગામમાં આવેલ પરશુરામ મંદિરની બાજુમાં ખેતરમાં જે લોકો ખેતી કરી રહ્યાં છે અને સરકારે પણ જ્યાં તેઓની જમીન આપી દીધેલ છે પરંતુ કોઇ પણ કારણોસર અન્ય કેટલાંક લોકો આવીને અમારી જમીન છે તેવું કહેતા એકાએક આ લોકોએ ત્યાં જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે અગાઉ પણ આ મામલે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ સીએમ રૂપાણીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

4 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

4 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

4 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

4 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

4 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago