VIDEO: રાજકોટની ગોપાલ ડેરીમાંથી 20 બાળમજૂરો કરાયા મુક્ત

રાજકોટમાં બાળ મજૂરી કાયદાનું ઉલ્લંઘન થયું હોવાની એક ઘટના સામે આવી છે. ગોપાલ ડેરીમાં સમાજ સુરક્ષા અને પોલીસનાં સર્ચ ઓપરેશનમાં 20 બાળમજૂરોને મુક્ત કરાયા હતાં. ગોપાલ ડેરીમાં કામ કરતા તમામ બાળકો યુપી બિહારનાં હતાં અને બાળકોને પેકિંગમાં મશીનરીમાં કામ કરાવતા હતાં.

આવી કાળઝાળ ગરમીમાં પતરાનાં ગોડાઉનમાં બાળકો કાળી મજૂરી કરતા હતાં. ત્યારે ડેરીમાં કામ કરાવતા સંચાલકો સામે અહીં અનેક સવાલો ઉભા થાય છે કે શું ડેરીનાં સંચાલકોને ખબર ન હોતી કે બાળ મજૂરી ગુનો છે. કેમ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું. શું મજૂરીનાં રૂપિયા બચાવવા ડેરીએ આવી હરકત કરી છે.

શું ગોપાલ ડેરીનાં સંચાલકો સામે પગલાં લેવાશે. શું હજી પણ બીજા બાળકો કામ કરતા હશે. શું સમાજ સુરક્ષા વિભાગ ડેરી સામે કોઈ પગલાં લેશે. કેટલાં સમયથી બાળકો ગોપાલ ડેરીમાં કામ કરતા હતાં. જેવાં અનેક તમામ પ્રકારનાં સવાલો ઊભા થાય છે.

મહત્વનું છે કે રાજકોટમાં બાળ મજૂરીને લઈને ગોપાલ સહકારી ડેરીમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 50 જેટલા બાળ મજૂરો ડેરીમાં કામ કરતા કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 20 જેટલાં બાળ મજૂરોને મુક્ત કરાવાયાં હતાં.

સૌથી અગત્યની બાબત તો એ છે કે બાળકો પાસેથી બાળ મજૂરી કરાવવી એ ભારતીય કાયદાકીય રીતે તે ગુનાકીય પ્રવૃત્તિ કહેવાય. ગોપાલ સહકારી ડેરીમાં આ બાળકો પાસેથી પેકિંગનું કામ કરાવવામાં આવતું હતું કે જ્યાં સમાજ સુરક્ષા ખાતું અને પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હતું. જેમાં 35 બાળકો નાસી છૂટવામાં સફળ થયાં હતાં. જો કે તે બાળકો ક્યાંનાં છે અને તેમનાં માતા-પિતા વિશે જરૂરી તપાસ કરાશે.

You might also like