Categories: Entertainment

રાજેશ ખન્નાનો આશીર્વાદ બંગલો હવે તોડી પડાયો

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર રહેલા દિવંગત રાજેશ ખન્નાનો સીમાચિહ્ન રૂપ બંગલો ‘વરદાન આશીર્વાદ’ હવે કાયમ માટે અદૃશ્ય થઈને ઈતિહાસ બની જશે. ગઈ સાલ ૬૦૩ ચો.મી.નો કાર્ટર રોડ પર સમુદ્ર સામે આવેલો આ બંગલો મેગલુરુના બિઝનેસમેન શશિ કિરણ શેટ્ટીએ રૂ. ૯૦ કરોડમાં ખરીદ્યો હતો. હવે આ બંગલોને હાલ તોડવામાં આવી રહ્યો છે. આ બંગલો ધરાશાયી થવાની સાથે રાજેશ ખન્નાની યાદો પણ ભૂંસાઈ જશે એવું તેમના ચાહકોનું માનવું છે.

બંગલાના નવા માલિક શશિ કિરણ શેટ્ટી હવે રાજેશ ખન્નાના આશીર્વાદ બંગલાના સ્થાને પોતાનો નવો બંગલો ઊભો કરવા માગે છે અને તેથી આ બંગલાની તોડફોડ શરૂ કરી દીધી છે. બીએમસીના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજેશ ખન્નાનો બંગલો ખરીદનાર નવા માલિકે બંગલો તોડી પાડવા માટે જરૂરી મંજૂરી મેળવી છે. મારી જાણ મુજબ તેમણે આ અંગે રાજ્ય કોસ્ટલ ઓથોરિટીની પણ મંજૂરી મેળવી છે. આ બંગલાના સ્થાને હવે એક બિલ્ડિંગ ઊભી કરાશે જેની વિગતો મારે પાસે નથી.

રાજેશ ખન્નાએ આ બંગલો ૧૯૭૦માં રૂ. ૩.૫ લાખમાં સ્વ. ફિલ્મ અભિનેતા રાજેન્દ્રકુમાર પાસેથી ખરીદ્યો હતો. એ વખતે આ બંગલાનું નામ ડિમ્પલ હતું. રાજેશ ખન્ના માટે આ બંગલો લકી સાબિત થયો હતો અને તેમની ૧૫ ફિલ્મ સુપર હિટ થઈ હતી.

divyesh

Recent Posts

શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ…

60 mins ago

ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ…

1 hour ago

અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન…

1 hour ago

દબાણખાતા અને પોલીસને પૈસા આપવા તેમ કહી લારીવાળાઓને લુખ્ખા તત્વોની ધમકી

અમદાવાદ: શહેરમાં અાડેધડ પાર્કિંગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો…

2 hours ago

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

2 hours ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 hours ago