રાજસ્થાનમાં CRPF ટ્રક ખીણમાં ખાબકતાં 2 જવાનો સહિત 5નાં મોત

ઉદયપુરઃ રાજસ્થાનનાં ઉદયપુરમાં સોમવારનાં રોજ CRPFનાં જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં 2 જવાનો સહિત કુલ 5 લોકોનાં મોત થયાં છે. જાણકારીનાં અનુસાર અહીં ઘટના માઉન્ટ આબુ રોડ પર CRPFનો ટ્રક પુલથી નીચે પડી જતાં જ આ દુર્ઘટના સર્જાઇ હતી.

એવું દર્શાવવામાં આવે છે કે માઉન્ટ આબુ રોડ પર એક અનિયંત્રિત ટ્રોલીએ CRPFનાં ટ્રકને જોરદાર ટક્કર આપતાં આ ટ્રક પુલથી નીચે જઇ પડી.

મળતી માહિતી મુજબ આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે દુર્ઘટના દરમ્યાન ટક્કર મારનાર વાહન રસ્તા પર જ પલટી ગઇ હતી અને તેમાં જોતજોતામાં જ એકાએક આગ લાગી ગઇ. જ્યારે દુર્ઘટનામાં CRPFની મીની ટ્રક અંદાજે 25 ફૂટ ઊંડી ખીણમાં જઇ પડી. ત્યાં જ આ દુર્ઘટનામાં એક કાર પણ શિકાર થઇ હતી કે જેમાં સવાર 2 લોકો અંદર જ દબાઇ રહ્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળ પર વિસ્તારનાં એસડીએમ મહિલાપ સિંહ અને પોલીસ ઉપ અધીક્ષક સુનિત શર્મા મોકા પર પહોંચી ગયાં. આ ભયંકર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ હાલમાં સ્પષ્ટ થઇ શકી નથી.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 mins ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

27 mins ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

41 mins ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

47 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

49 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

59 mins ago