VIDEO: રાજસ્થાનમાં ડૉક્ટરોની હડતાળ સમેટાઇ, સરકાર સાથે થયું સમાધાન

રાજસ્થાનઃ 12 દિવસથી ચાલતી ડોક્ટરોની હડતાળ આજે પૂર્ણ થઈ ગઇ છે. ડોક્ટરો પગાર વધારાની માગને લઇ અને પ્રમોશનની માગને લઈ છેલ્લાં 12 દિવસથી હડતાળ પર હતાં. ડોક્ટરો હડતાળ પર હતાં ત્યારે ઘણાં દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી.

આ દરમિયાન આશરે 40 લોકોનાં મોત પણ થયાં હતાં. જો કે હાલ સરકાર અને ડોક્ટરો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાંથી હવે આ હડતાળ પાછી ખેંચાઈ ગઇ છે. તેમજ સરકારે એવી બાંહેધરી આપી છે કે તમામ ડોક્ટરો સામે લાગેલા કેસ પણ પરત ખેંચવામાં આવશે.

રાજસ્થાનમાં ડોક્ટરોની હડતાલ પૂર્ણ
સરકાર અને ડોક્ટરો વચ્ચે માગણીઓને લઇ સમાધાન
ડોક્ટરો પરનાં તમામ કેસો ખેંચાશે પરત
12 દિવસથી ડોક્ટરો હતાં હડતાલ પર
વેતન વધારા, બઢતીની માગ સાથે ડોક્ટરો હતાં હડતાલ પર

You might also like